Electoral bond/ જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરનો દાવો, ‘ઇલેક્ટોરલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ’

પરકલા પ્રભાકર વર્ષ 2014 થી 2018 સુધી આંધ્રપ્રદેશ સરકારમાં સેવા બજાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIએ જારી કરેલી બોન્ડસની વિગતોમાં ભાજપ………

Top Stories India Breaking News
Beginners guide to 2024 03 28T114518.740 જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરનો દાવો, ‘ઇલેક્ટોરલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ’

New Delhi News: જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે કહ્યું છે કે, “ઇલેક્ટોરલ બોન્ડ ઇસ્યુ” ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને ભારે પડશે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણના પતિ પ્રભાકરે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, “ચૂંટણી બોન્ડનો મુદ્દો આજે જે છે તેના કરતા આગામી સમયમાં વધુ વેગ પકડશે. હવે દરેક વ્યક્તિ સમજી રહ્યા છે કે તે માત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. આ મુદ્દાને કારણે આ મતદારો સરકારને સખ્ત સજા કરશે.”

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનના પતિ જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડસ માત્ર ભારતનો નહીં, સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. સર્વોચ્ચ અદાલતે ઈલેક્ટોરલ બોન્ડસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી દેશમાં અત્યારે સળગતો મુદ્દો બન્યો છે.

પરકલા પ્રભાકર વર્ષ 2014 થી 2018 સુધી આંધ્રપ્રદેશ સરકારમાં સેવા બજાવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ SBIએ જારી કરેલી બોન્ડસની વિગતોમાં ભાજપ સૌથી વધુ ભંડોળ મેળવવામાં મોખરે રહ્યું હતું.

બીજી બાજુ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું કે, તેમની પાસે પૂરતું નાણાકીય ભંડોળ ન હોવાથી ચૂંટણી લડશે નહીં. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આંધ્રપ્રદેશ કે તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ તેમણે તે અસ્વીકાર કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યૂક્રેનના વિદેશમંત્રી આજથી બે દિવસ ભારતની સત્તાવાર યાત્રા પર, શા માટે મુલાકાત મહત્વની છે…

આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાને લઈ મહત્વનું અપડેટ

આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય

આ પણ વાંચો:ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો 8 લોકસભા બેઠકો માટે આજથી ઉમેદવારીપત્ર ભરશે