શિયાળુ સત્ર/ સાંસદોના સસ્પેન્શનને લઈને ભારે હોબાળો, લોકસભા અને રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

સાંસદોના સસ્પેન્શનને બાજુ પર રાખવાનો ઇનકાર કરતા અધ્યક્ષ વેંકૈયા નાયડુએ વિપક્ષને કહ્યું કે 12 સાંસદોનું સસ્પેન્શન નિયમો અનુસાર કરવામાં આવ્યું છે

Top Stories India
mmmpp સાંસદોના સસ્પેન્શનને લઈને ભારે હોબાળો, લોકસભા અને રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ

લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ વિપક્ષે વોકઆઉટ કર્યું છે. સાંસદોના સસ્પેન્શનને બાજુ પર રાખવાનો ઇનકાર કરતા અધ્યક્ષ વેંકૈયા નાયડુએ વિપક્ષને કહ્યું કે 12 સાંસદોનું સસ્પેન્શન નિયમો અનુસાર કરવામાં આવ્યું છે. આજે  ચર્ચા કરો અથવા ગૃહની બહાર નીકળી જાઓ,કોંગ્રેસ અને અન્ય પક્ષોએ રાજ્યસભાના અધ્યક્ષને 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની વિનંતી કરી હતી. પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો ઇનકાર કર્યો હતો.ત્યારબાદ વિપક્ષે વોકઆઉટ કરી nrધુ હતું.

શિયાળુ સત્ર દરમિયાન 12 સાંસદોને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસે કડક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદનમાં કહ્યું કે સરકાર વિપક્ષનો અવાજ દબાવવા માંગે છે. પણ માફી માંગવાનો પ્રશ્ન જ નથી. વાસ્તવમાં, ગૃહ વતી એવું કહેવામાં આવ્યું હતું કે જો સાંસદો જાહેરમાં માફી માંગે છે, તો તેમનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે વિચારી શકાય છે.

વર્તમાન શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના છ, ટીએમસી અને શિવસેનાના બે-બે અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અને સીપીઆઈ(એમ)ના એક-એક સાંસદનો સમાવેશ થાય છે.