Not Set/ પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનું દિવસે-દિવસે જોર વધ્યું

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનું દિવસે-દિવસે જોર પકડી રહ્યુ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પોત-પોતાનું જોર આજમાવી રહ્યા છે. હાલમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે જ્યારે ભાજપ તરફથી પ્રચાર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને વધુ રોચક અને રોમાંચક બનાવવા માટે બન્ને પક્ષો […]

Top Stories
176725 172544 bjp congress પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનું દિવસે-દિવસે જોર વધ્યું

ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનું દિવસે-દિવસે જોર પકડી રહ્યુ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પોત-પોતાનું જોર આજમાવી રહ્યા છે. હાલમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે જ્યારે ભાજપ તરફથી પ્રચાર કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને વધુ રોચક અને રોમાંચક બનાવવા માટે બન્ને પક્ષો તરફથી ફિલ્મસ્ટારોને મેદાનમાં ઉતારવાની તૈયારી ચાલી રહી છે.

ભાજપ તરફથી અક્ષય કુમાર, અજય દેવગણ, સલમાન ખાન, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, ટાઇગર શ્રોફ, શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી, બિપાસા બસુ, પ્રિટી ઝિંટા જેવા 20થી વધુ બોલીવુડ સ્ટારોને ચૂંટણી પ્રચારમાં ઉતારવાની તૈયારી ચાલી રહી છે. તેની સાથે જ હેમા માલિની અને ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર તેમજ દિલ્હી ભાજપના પ્રમુખ મનોજ તિવારી સિવાય ગુજ્જુ કલાકારો નરેશ કનોડિયા, હિતુ કનોડિયા, રોમા માણેક, ઓસમાણ મીર અને અરવિંદ વેગડા તેમજ ક્રિકેટર ઇરફાન પઠાન અને યુસુફ પઠાનને ચૂંટણી પ્રચાર માટે બોલાવવાની તૈયારી કરી છે.

આ સિવાય ટીવી કલાકારો પણ ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવાના છે, જેમા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ભાજપ માટે મત માંગવા ગુજરાત આવશે. બીજી બાજુ કોંગ્રેસ પણ ભાજપને ટક્કર આપવા સજ્જ થઇ રહી છે. મહિમા ચૌધરી, અમિષા પટેલ, નગમા, રિતેશ દેશમુખ, રાજ બબ્બર જેવા સ્ટારો કોંગ્રેસના મંચ પરથી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.