સુરતઃ સુરતમાં નિષ્ઠુર પુત્રના લીધે માબાપને આત્મહત્યા કરવાની ફરજ પડી છે. સુરતના સરથાણા વિસ્તારમાં માબાપે પુત્રએ વિદેશ જઈ તરછોડી દેતા આત્મહત્યા કરવાની ફરજ પડી છે. પુત્ર કેનેડા જઈને માબાપને ભૂલી જતાં તેમણે આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. વૃદ્ધ માતાપિતાએ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. પુત્રએ કેનેડા જવા માટે 38 લાખ રૂપિયાનું દેવુ કર્યુ હતુ, આ દેવુ પણ માબાપે ચૂકવી દીધુ હતુ. આમ છતાં પણ કેનેડા જઈને પુત્રે મોઢું ફેરવી લેતા માબાપ જાણે પોતે અનાથ થઈ ગયા હોવાનું અનુભવતા હતા. પુત્ર એક વખત કેનેડાથી સુરત આવ્યો હતો, પરંતુ માબાપને મળ્યા વગર જતો રહ્યો હતો. આમ પુત્રના આ પ્રકારના વલણને માબાપની સ્થિતિ ખરાબ કરી દીધી હતી.
પુત્રનું દેવુ ચૂકવ્યુ, પરંતુ પછી પુત્રએ રૂપિયા ન આપતા માબાપે મોતને વ્હાલુ કરવું પડ્યું
પુત્રના આ વલણથી માતાપિતા માનસિક રીતે ભાંગી પડ્યા હતા. પુત્રએ સુરત આવી મોઢું પણ ન બતાવતા અને વિદેશથી ફોન પણ ન કરતાં તેમના હૃદયે જબરદસ્ત આઘાત અનુભવ્યો હતો. પુત્રના આ પ્રકારના તિરસ્કારથી માબાપ સંતાપ અનુભવતા હતા. તેના લીધે તેઓ તનાવગ્રસ્ત હતા. આ તનાવની સ્થિતિમાં જ તેમણે આત્મહત્યા કરી હતી. તેઓએ પુત્રનું દેવું તો ચૂકવી દીધું, પરંતુ તેમનું દેવુ ચૂકવવાનું આવતા પુત્ર ફરી ગયો હતો અને એટલું જ નહી સંબંધ પણ કાપી નાખ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો પુત્ર માટે બધું જ કરનારા માબાપને વૃદ્ધાવસ્થામાં પુત્રએ રોવડાવ્યા હતા.
બાપા પાસે હાથખર્ચીના રૂપિયા પણ રહ્યા નહીં
આ સ્યુસાઇડ નોટ બતાવે છે કે પિતાએ પુત્રને એટલી હદ સુધી મદદ કરી હતી કે તેની પાસે હાથખર્ચીના રૂપિયા પણ રહ્યા ન હતા. તેઓ હાથેપગે થઈ ગયા હતા. તેમા હજી બીજા પુત્ર સંજયનું તો લગ્નથી લઈ બધુ બાકી હતુ. ચુનીભાઈએ તેમની અંતિમ ચિઠ્ઠીમાં તેમના પૌત્રપૌત્રીને પણ યાદ કર્યા હતા. તેની સાથે પોતે કોના રૂપિયા લઈ પુત્રને આપ્યા તે પણ જણાવ્યું હતું. તેમણે આ સાથે લેણદારોની માફી માંગી હતી અને તેમની આત્મહત્યામાં લેણદારોનો કોઈ વાંક નથી તેમ જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ લેણદારે તેમની પાસે ક્યારેય રૂપિયાની ઉઘરાણી કરી નથી કે તેમનું પગઢિયું ચઢ્યો નથી.
પુત્રવધુને પણ લખ્યો મર્મસ્પર્શીપત્ર
ચુનીભાઈએ પુત્રવધુને સંબોધીને પણ મર્મસ્પર્શીપત્ર લખ્યો હતો. તેમણે પુત્રવધુને મોટા ઘરની ખાનદાન ઘરની દીકરી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તમને અમારા પર શું અરુચિ આવી તો તે અમનો કહી દીધું કે તમારે બંનેને જ્યાં જવું હોય ત્યાં જાવ મારા ઘરે નહી. અમારી એવી શું ભૂલ કે અમને ઘરેથી કાઢી મૂક્યા. પણ ભોળાભાઈની દીકરી અમારી સાથે આવું વર્તન કરે તેવો અમને સ્વપ્નેય ખ્યાલ ન હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ અમરેલીમાં સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા વિસ્તારના મીરા એવન્યુમાં રહેતા 66 વર્ષીય ચૂનીભાઈ ભગવાન ગેડિયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેન તથા સંતાનો સહિતના પરિવાર સાથે રહેતા હતા. વયોવૃદ્ધ હોવાને કારણે ચૂનીભાઈ નિવૃત્ત જીવન જવી રહ્યા હતા, જયારે તેમના ના બે બે સંતાન પૈકી સંજય સાડી મોડલિંગનું કામ કરતા હતા, જ્યારે અન્ય પુત્ર પીપૂય કેનેડામાં રહેતો હતો. દરમિયાન ચૂનીભાઈએ શનિવારે સવારે ઘરે રૂમમાં છતના પંખા સાથે દોરી બાંધી પત્ની મુક્તાબેન સાથે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પુત્ર સહિતના પરિવારને થતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બંને વૃદ્ધ દંપતીના આપઘાત અંગે સ્થાનિક સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. સરથાણા પોલીસની ટીમ આ મામલે સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતક વૃદ્ધ દંપતીના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.આ બને એ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી..જે મામલે સરથાણા પોલીસ સ્યુસાઈડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, મૃતક ચૂનીભાઈએ પાંચથી સાત પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમના પુત્ર ના પત્ની દ્વારા ગેરવર્તણૂક તેમજ તેમના પુત્રનું માતાપિતા થી અળગા રહેવું મુખ્ય કારણ હતું..કેમ કે થોડા સમય પહેલા પિયુષ ને 38 લાખ રૂપિયા જેટલું દેવું થઈ ગયું હતું..જે દેવું તેમના માતાપિતા એ દાગીના વહેંચી અને ચૂકવ્યું હતું..ત્યારબાદ પિયુષ ને કેનેડા મોકલી વ્યવસાય કરવા માટે ની તક આપી હતી..જોકે પિયુષ કેનેડા ગયો બાદ માતાપિતા ને ભૂલી ગયો હતો..એટલું જ નહીં માતાપિતા સાથે સંબંધ કાપી નાખ્યો હતો .એક વાર સુરત આવ્યો ત્યારે પિતા ને મળવા પણ ના ગયો હતો .જેથી માતાપિતા ને ભૂલી ગયેલા સંતાન ના વિરહ માં માતાપિતા એ પોતાનાજ ઘર ના પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો..હાલ સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન
આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન
આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન