સુરત/ મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ

સુરત શહેરને દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે. ત્યારે દેશમાં કોઈ પણ જગ્યા પર મુશ્કેલી આવે ત્યારે સુરતના દાનવીરો લોકોની મદદ કરવા માટે હાથ લંબાવવામાં જરા પણ અચકાતા નથી.

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 21T144658.855 મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ

@અમિત રૂપાપરા 

Surat News: અંગદાનને મહાદાન કહેવામાં આવે છે ત્યારે સુરતમાં સંઘાણી પરિવારએ ચાર દિવસના બાળકના અંગદાન માટે સહમતિ આપી અને ભારતનું સૌથી નાનું વયનું પહેલું અંગદાન સુરજ શહેરમાં થયું. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં અંગદાન કરનારા ચાર વર્ષના બાળકના પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સભ્ય વિપુલ તળાવિયા દ્વારા નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેલા તમામ ખેલૈયાઓ તેમજ લોકોને અંગદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Untitled 14 4 મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ

સુરત શહેરને દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે. ત્યારે દેશમાં કોઈ પણ જગ્યા પર મુશ્કેલી આવે ત્યારે સુરતના દાનવીરો લોકોની મદદ કરવા માટે હાથ લંબાવવામાં જરા પણ અચકાતા નથી. ત્યારે વર્તમાન સમયમાં અંગદાનને લઈને પણ શહેરની ઘણી સંસ્થાઓ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ અંગદાન બાબતે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Untitled 14 5 મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ

એક વ્યક્તિના અંગદાન થકી ચારથી પાંચ વ્યક્તિઓને જીવનદાન મળે છે. ત્યારે સુરતના વાલક પાટીયા પાસે આવેલ ગીતાંજલી રો હાઉસમાં રહેતા હર્ષભાઇ સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ એક દીકરાનો જન્મ થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું અને રડતું પણ ન હતું અને ત્યારબાદ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું અને અંતે ડોક્ટરોએ તમામ રિપોર્ટના આધારે બાળકને બ્રેઇન ડેડ જાહેર કર્યું હતું અને ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાના સભ્યો દ્વારા પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. પરિવારે પોતાના એક બાળક થકી અન્ય બાળકોને જો જીવનદાન મળતો હોય તો બાળકના અંગદાન માટે સહમતિ આપી અને દેશનું સૌથી નાની વયનું અંગદાન સુરતમાં થયું.

Untitled 14 6 મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ

બાળકના તમામ અંગો પણ નાના બાળકોમાં જે ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યા છે. બંને કિડની અને બરોડ IKDRC અમદાવાદને તેમજ લીવર દિલ્હીની ILDS હોસ્પિટલને અને આંખ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સુરતને આપવામાં આવી. ગરબા મહોત્સવમાં સંઘાણી પરિવારે લોકોને પણ અંગદાન માટે અપીલ કરી હતી અને ચાર દિવસના બાળકના અંગદાનની સહમતિ આપનારા અને સમાજમાં એક દાખલો બેસાડનારા પરિવારનું સન્માન ખોડલધામ ગરબા મહોત્સવ દરમિયાન જાહેર મંચ પર કરવામાં આવ્યું હતું. માત્ર આટલું જ નહીં ગરબાના આયોજનમાં ઉપસ્થિત રહેનાર તમામ ખેલૈયા તેમજ લોકો અને મહેમાનોએ પણ અંગદાનના શપથ લીધા હતા.


whatsapp ad White Font big size 2 4 મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ


આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર

આ પણ વાંચો:લોજિસ્ટિક્સ ઇન્ડેક્સમાં અગ્રેસર ગુજરાત દેશના કાર્ગો હેન્ડલિંગમાં આપે છે 39 ટકા યોગદાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ