ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે કોંગ્રેસની રાજકિય સ્થિતિ પ્રતિદિન કફોડી બનતી જાય છે.એક સાંધે ત્યાં તેર તૂટે જેવા હાલ કોંગ્રેસ પાર્ટીની હાલત છે. છેલ્લા છ મહિનાથી દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા છે. પક્ષ છોડવાનો સિલસિલો અવિરત રીતે ચાલી રહ્યો છે. અમદાવાદ પૂર્વ શહેર પ્રમુખ રાજેશ બહ્મભટ્ટે રાજીનામુ આપી દીધું છે.કોંગ્રેસ પાર્ટીમાંથી નારાજ ચાલી રહ્યા હતા. તેમણે ઘાટલોડિયાથી દાવેદારી નોંધાવી હતી પરતું કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપતા તેઓ પાર્ટીથી ખુબ નારાજ હતા તેથી તેમણે આજે રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે આજે પૂર્વ પ્રમુખ રાજેશ બહ્રમભટ્ટે શહેર કોંગ્રસસમિતિના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાં સગંઠનમાં મોટું ગાબડુ પડયું છે.પૂર્વ પ્રમુખે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને સંબોધીને રાજીનામું આપી દીધું છે.
ગઇકાલે પેટલાદના કોંગ્રેસ ધારાસભ્યને ટિકિટ ફાળવવામાં ન આવતા તેમમે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હાલમાં કોંગ્રસ ચૂંટણી જીતવાની તૌયારીમાં લાગી છે પરતું જે પ્રમાણે કાર્યકરો અને દિગ્ગજ નેતાઓ પાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યા છે તે જોતા કોંગ્રેસની રાજકિય સ્થિતિ વધુ કથળી રહી છે. નોંધનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે,1 અને 5 ડિસેમ્બરે મતદાન છે અને 8 ડિસેમ્બરે પરિણામ આવશે.