Ahemdabad/ અમદાવાદીઓ ઉતરાયણની ઉજવણીમાં પણ રહેજો સતર્ક, પોલીસ કમિશનરનું જાહેરનામું

ગુજરાતની ઉત્સવપ્રિય જનતા કોઈપણ તહેવાર હોય બધું ભૂલી અને ઉજવણીમાં મશગૂલ થઈ જતી હોય છે. ગુજરાતના તમામ શહેરો ઉજવણીમાં ઉત્સાહી હોય છે, પરંતુ મકરસંક્રાંતિનો કે ઉત્તરાયણનો

Top Stories Gujarat Others
a

ગુજરાતની ઉત્સવપ્રિય જનતા કોઈપણ તહેવાર હોય બધું ભૂલી અને ઉજવણીમાં મશગૂલ થઈ જતી હોય છે. ગુજરાતના તમામ શહેરો ઉજવણીમાં ઉત્સાહી હોય છે, પરંતુ મકરસંક્રાંતિનો કે ઉત્તરાયણનો તહેવાર એવો છે કે અમદાવાદીઓ અને સુરતીઓમાં વધારે લોકપ્રિય છે, અહીં ઉતરાયણના એક દિવસ નહીં પરંતુ બીજા દિવસને પણ વાસી ઉત્તરાયણ તરીકે ઉજવવાનો રીવાજ છે. આ માટે તહેવાર ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે ઉજવણીના ઉત્સાહમાં ક્યાંક કોરોના વિસરી અને લોકો ભાન ન ભૂલે એ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે.

Uttrayan in pictures! – Hitchy's World

Political / હું મારામાં એક ઈતિહાસ સંગ્રહીને બેઠી છું – “હું …

આ જાહેરનામા અંતર્ગત કેટલીક બાબતો પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે જે બાબતોનો અમલ નહીં કરનારા સામે કડક હાથે કામ લેવામાં આવશે. તેમજ કાયદાની રૂએ દંડનીય ગણાશે.ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તો ચાઈનીઝ દોરાના વેચાણ અને તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકાયો છે.

 

A FADING PASSION

 

Robotics / 172 પ્રકારના રોબોર્ટ – તમામ વસ્તુ રોબોટિકજ, આવુ હશે રો…

આ ઉપરાંત અમદાવાદમાં રસ્તા પર, ફૂટપાથ પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ કરાયો છે. તો લાઉડ સ્પિકર, ઉશ્કેરણીજનક રીતે પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ રહેશે. વાયર પર લંગર, બંબુ, લોખંડના ઝંડા નાખવા પર કાર્યવાહી થશે.કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તે માટે જાહેર રસ્તાઓ પર પશુઓના ઘાસચારો નાખવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત કાચ પાવડર, પ્લાસ્ટિક કે પાકા સિન્થેટીક મટિરિયલનો નહીં વાપરી શકાય. અને આ ગાઈડલાઈનનો અમલ નહીં કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.

છબરડો / પોસ્ટલ વિભાગનો ઐતિહાસીક છબરડો, માફિયા છોટા રાજન-મુન્ના બજરંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…