Not Set/ #કોરોનાનાં કહેર વચ્ચે અમદાવાદનાં આ વિસ્તારમાં ગેસ ગળતરની આશંકાથી લોકોમાં ચિંતા, નિવારણ માટે તંત્ર ખડાપગો

દેશની સાથે સાથે ગુજરાતમાં પણ લોકડાઉનનો બીજો પડાવ આજે પૂરો થવા પર છે અને લોકડાઉન – 3 અમલી પણ થવાના આરે છે. દેશની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાનાં કારણે અનેક સેવાઓ સ્થગિત કરવામાં આવી હોવાથી અનેક સેવા સાથે જોડાયેલું રેગ્યુલર મેઇન્ટેન્સ કાર્ય પણ સ્થગિત કે ખોરંભે ચડેલું જોવામાં આવે છે. જો કે, તંત્ર દ્વારા લોકેને […]

Ahmedabad Gujarat
62181c79e9b8f5988c59c641c5898649 #કોરોનાનાં કહેર વચ્ચે અમદાવાદનાં આ વિસ્તારમાં ગેસ ગળતરની આશંકાથી લોકોમાં ચિંતા, નિવારણ માટે તંત્ર ખડાપગો
62181c79e9b8f5988c59c641c5898649 #કોરોનાનાં કહેર વચ્ચે અમદાવાદનાં આ વિસ્તારમાં ગેસ ગળતરની આશંકાથી લોકોમાં ચિંતા, નિવારણ માટે તંત્ર ખડાપગો

દેશની સાથે સાથે ગુજરાતમાં પણ લોકડાઉનનો બીજો પડાવ આજે પૂરો થવા પર છે અને લોકડાઉન – 3 અમલી પણ થવાના આરે છે. દેશની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાનાં કારણે અનેક સેવાઓ સ્થગિત કરવામાં આવી હોવાથી અનેક સેવા સાથે જોડાયેલું રેગ્યુલર મેઇન્ટેન્સ કાર્ય પણ સ્થગિત કે ખોરંભે ચડેલું જોવામાં આવે છે. જો કે, તંત્ર દ્વારા લોકેને કોઇ પણ અગવડ ન આવે તેનું પુરેપુરુ ધ્યાન પણ રાખવામાં આવે જ છે, પરંતુ તો પણ ગેસ ગળતર જેવી સમસ્યા ક્યારેક સામે આવે છે. અને અમદાવાદમાં આવી જ એક સમસ્યાને લઇને લોકોના જીવ ઉંચક થઇ ગયા છે. 

જી હા અમદાવાદનાં S.G હાઈવે વિસ્તારમાં ગેસ ગળતરની આશંકા સેવવામાં આવતા લોકોમાં ચિંતા જોવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ તીવ્ર દુર્ગંધથી લોકો પરેશાન છે, અને લોકોને ગેસ ગળતરની આશંકા છે. અમદાવાદનાં બોપલ,વેજલપુર વિસ્તારમાં લોકો ચિંતામાં મુકાત તંત્ર તુરંત તેની વહારે આવ્યું છે. ફાયર વિભાગની 10 ગાડીઓ દોડતી થઇ હોવાની વિગતો સામે આવે છે. ફાયર વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારોમાં ચેકીંગ શરુ કરી પ્રજા પ્રશ્નનું નિવરણ કરવા કમર કસવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન