Not Set/ CM રૂપાણીના હસ્તે પોલીયો અભિયાન 2020નો પ્રારંભ

આજથી પોલીયો ટીપા અભિયાનનો પ્રારંભ થઇ ગયો છે. સીએમ રૂપાણી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. પોલીયો ટીપાના અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 80 લાખ બાળકોનો પોલીયોના ટીપા પિવડાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે  આ અભિયાનનો પ્રારંભ પાટનગર ગાંધીનગરથી શરૂ થયો છે.  મુખ્યમંત્રી રૂપાણીએ કરાવી અભિયાનની શરૂઆત રાજ્યભરમાં 80 લાખ બાળકોને પીવડાવાશે ટીપા પાટનગર ગાંધીનગરમાં અભિયાનની થઇ શરૂઆત ગાંધીનગર […]

Top Stories Gujarat
cm CM રૂપાણીના હસ્તે પોલીયો અભિયાન 2020નો પ્રારંભ

આજથી પોલીયો ટીપા અભિયાનનો પ્રારંભ થઇ ગયો છે. સીએમ રૂપાણી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. પોલીયો ટીપાના અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 80 લાખ બાળકોનો પોલીયોના ટીપા પિવડાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે  આ અભિયાનનો પ્રારંભ પાટનગર ગાંધીનગરથી શરૂ થયો છે.

 મુખ્યમંત્રી રૂપાણીએ કરાવી અભિયાનની શરૂઆત

રાજ્યભરમાં 80 લાખ બાળકોને પીવડાવાશે ટીપા

પાટનગર ગાંધીનગરમાં અભિયાનની થઇ શરૂઆત

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પોલિયો અભિયાન 2020નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમ થકી રાજયના 5 વર્ષ સુધીના 80 લાખ બાળકોને અભિયાનમાં આવરી લેવાશે. આ અભિયાન માટે 33 હજાર 641 બુથ  બનાવવામાં આવ્યા છે. જયારે  1.52 લાખ આરોગ્યકર્મીઓ આ અભિયાનમાં ફરજ બજાવશે. પ્રત્યેક ટીમ દીઠ 2 વ્યક્તિની ફાળવણી કરવામાં આવશે અને 7 હજાર 465 ટીમો સુપરવિઝનનું કામ કરશે.

નાયબ મુખ્યપ્રધાન અને રાજયકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી પણ આ અભિયાનમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં પોલિયોમુક્ત ગુજરાતને લઇને યુનાઇટેડ નેશન્સ અને યુનિસેફ દ્વારા ગુજરાત સરકારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2007 પછી ગુજરાતમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.