Not Set/ નશીલા પદાર્થનાં જથ્થા સાથે બેની ધરપકડ, ગ્રાહકો પાસેથી 50 ઘણી વધારે કિંમત વસૂલ કરતાં

વડોદરા વડોદરામાંથી યુવાધનને બરબાદ કરી નાખતા નશીલા પદાર્થોની હેરફેરનો ફરી પર્દાફાશ થયો છે. પેન્ટાઝોશીન લેક્ટેટ નામના નશીલા દ્રવ્યના ઈન્જેક્શનનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. PI, SOG, એસ.એમ.ચૌહાણનું કહેવું છે કે,વડોદરા શહેરમાં ડ્રગ્સ, નકલી નોટો આવી સૂચનાઓ ઘણા સમયથી મળતી હતી જેને પકડી પાડવા માટે વડોદરા પોલીસ કટિબદ્ધ છે. બે અઠવાડિયા પહેલા જ વડોદરા શહેરમાંથી ડ્રગ્સ […]

Gujarat
વડોદરા નશીલા પદાર્થનાં જથ્થા સાથે બેની ધરપકડ, ગ્રાહકો પાસેથી 50 ઘણી વધારે કિંમત વસૂલ કરતાં

વડોદરા

વડોદરામાંથી યુવાધનને બરબાદ કરી નાખતા નશીલા પદાર્થોની હેરફેરનો ફરી પર્દાફાશ થયો છે. પેન્ટાઝોશીન લેક્ટેટ નામના નશીલા દ્રવ્યના ઈન્જેક્શનનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે.

PI, SOG, એસ.એમ.ચૌહાણનું કહેવું છે કે,વડોદરા શહેરમાં ડ્રગ્સ, નકલી નોટો આવી સૂચનાઓ ઘણા સમયથી મળતી હતી જેને પકડી પાડવા માટે વડોદરા પોલીસ કટિબદ્ધ છે. બે અઠવાડિયા પહેલા જ વડોદરા શહેરમાંથી ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી હતી, રાજધાની ટ્રેનમાં શંકા જણાતા નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન શખ્સની તલાશી લીધી અને તેની પાસેથી 6 કરોડની કિંમતનુ્ં 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન મળી આવ્યું હતું.

એસ.એમ.ચૌહાણે વધુમાં જણાવ્યું કે, યાકુતપુરા અજબડી મીલ વિસ્તારમાંથી નદીમ અને રઈશ નામના 2 શખ્સોની એસઓજીએ ધરપકડ કરી અને તેમની પાસેથી આશરે 1 હજાર જેટલા ઈન્જેક્શનનો જથ્થો ઝડપાતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ઈન્જેક્શનનો આ જથ્થો યુપીના ફરૂખાબાદથી મંગાવવામાં આવ્યો હતો અને વડોદરા શહેરમાં લાવીને વહેચે છે. આ જથ્થાની કંપની પ્રાઈઝ જે છે એ એ 5490 રૂપિયા જેવી થાય છે. પરંતુ આ લોકો અહી જે આના બંધાણીઓ થઈ ગયા છે તે લોકો પાસેથી 50 ઘણી વધારે કિંમત વસૂલ કરે છે. હાલ તો બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.