Not Set/ લોકો પરેશાન : દવાખાને પૈસા ભરવાની લાઈનમાં અને બેંકે પૈસા ઉપાડવાની લાઈનમાં ઉભા રહેવાની ફરજ

કોરોના મહામારી એ લોકોને અંદરથી અને બહારથી બંને રીતે તોડી નાખ્યા છે. ગમે તેટલી મજબૂતી રાખવનો લોકો પ્રયત્ન કરે તોપણ ઘરમાં સ્વજનો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ત્યારે યમરાજના મુખમાંથી પોતાના સ્વજનને બચાવવા

Gujarat
gondal line 1 લોકો પરેશાન : દવાખાને પૈસા ભરવાની લાઈનમાં અને બેંકે પૈસા ઉપાડવાની લાઈનમાં ઉભા રહેવાની ફરજ

વિશ્વાસ ભોજાણી, ગોંડલ @ મંતવ્ય ન્યૂઝ

કોરોના મહામારી એ લોકોને અંદરથી અને બહારથી બંને રીતે તોડી નાખ્યા છે. ગમે તેટલી મજબૂતી રાખવનો લોકો પ્રયત્ન કરે તોપણ ઘરમાં સ્વજનો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ત્યારે યમરાજના મુખમાંથી પોતાના સ્વજનને બચાવવા માટે લોકો વલખા મારી રહ્યા છે. આ સમયે જ્યાં જુઓ ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે. પછી તે હોસ્પિટલ હોઈ સ્મશાન હોય કે પછી બેંકમાં નાણા ઉપાડવાના હોય આમ આદમી પોતાના સ્વજનને બચાવવા માટે મેદાને પડ્યો છે.આવું જ કંઈક દ્રશ્ય ગોંડલમાં જોવા મળી રહ્યું છે.

gondal line 2 લોકો પરેશાન : દવાખાને પૈસા ભરવાની લાઈનમાં અને બેંકે પૈસા ઉપાડવાની લાઈનમાં ઉભા રહેવાની ફરજ

કોરોનાને કારણે લોકોના કામ ધંધા અને રોજીરોટી ઉપર અસર થવા પામી છે. ઘર-પરિવાર અને સગાવહાલાઓ હોસ્પિટલના બિછાને અથવા હોમ આઈસોલેટ થયા છે. ટૂંકમાં ઘરે-ઘરે કોરોનાના ખાટલા છે. કોરોનાની સામે સંઘર્ષ કરતી વખતે હવે બેંકમાં નાણા ઉપાડવામાં પણ લાંબી કતારો જોવા મળે છે. પોતાના સ્વજનની દવા તેમજ સારવાર માટે નાણાની પણ ખાસી જરૂરિયાત પડતી હોય સોમવારના સવારે બેંકો ઉઘડતા અને તેનો પણ સમય ઘટાડવામાં આવતા લોકોની પૈસા ઉપાડવા માટે લાંબી લાઈનો લાગી હતી.

gondal line 3 લોકો પરેશાન : દવાખાને પૈસા ભરવાની લાઈનમાં અને બેંકે પૈસા ઉપાડવાની લાઈનમાં ઉભા રહેવાની ફરજ

અત્યારે પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે જ્યારે આપણે ફાટ્યું હોય ત્યારે થીગડું દેવાથી કેમ ચાલે ? ગરીબ હોય કે ધનિક સૌ કોઈ પોતાના સ્વજનને બચાવવા માટે બનતો પ્રયત્ન કરતા હોય છે. જ્યારેમધ્યમ વર્ગના માનવીની સ્થિતિ કફોડી થઇ છે.આ તકે લોકો બોલી રહ્યા હતા કે “અહીં લાઈનમાં ઊભા રહી પૈસા ઉપાડી દવાખાને જવાનું છે, ત્યાં પણ પૈસા ભરવા માટે લાઈનમાં ઉભુ રહેવાનું, આમાં દુઃખ શેનું લગાડવાનું અત્યાર તો સ્મશાને પણ લાઇનમાં વારો આવે છે…!!!!!”

Untitled 43 લોકો પરેશાન : દવાખાને પૈસા ભરવાની લાઈનમાં અને બેંકે પૈસા ઉપાડવાની લાઈનમાં ઉભા રહેવાની ફરજ