ગુજરાત/ કોરોનાથી છૂટકારા તરફ ગુજરાત, ત્રણેય લહેરમાં રાજ્ય પહેલીવાર વેન્ટિલેટર મુક્ત

ગુજરાત હવે વેન્ટિલેટર મુક્ત થયું છે.રાજ્યનો એકપણ દર્દી આજની તારીખે વેન્ટિલેટર પર નથી.રાજ્યમાં એકપણ દર્દી ગંભીર નહીં જણાતા કોઈને પણ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા નથી.

Gujarat Others
વેન્ટિલેટર મુક્ત

ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.કોરોનાની મુક્તી તરફ આગળ વધી રહેલુ ગુજરાત હવે વેન્ટિલેટર મુક્ત થયું છે.રાજ્યનો એકપણ દર્દી આજની તારીખે વેન્ટિલેટર પર નથી.રાજ્યમાં એકપણ દર્દી ગંભીર નહીં જણાતા કોઈને પણ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા નથી. ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં કુલ 12 લાખ 23 હજાર 941 દર્દી કોરોનાથી સાજા થઈ ચૂકયા છે જ્યારે રાજ્યમાં 10.62 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 13 દિવસમાં એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી

કોરોનાની ત્રણ લહેરનો સામનો કરી ચૂકેલા ગુજરાત માટે સોમવારે રાહતના મોટા સમાચાર આવ્યા હતા. સોમવારે રાજ્યમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા કોરોના દર્દીઓનો આંકડો શૂન્ય થઈ ગયો હતો. સોમવારે રાજ્યમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ અને વડોદરામાં 3-3 કેસ, દાહોદમાં 2 કેસ તથા ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો હતો. રાજ્યના 29 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો હતો. સાથે જ રાજ્યમાં સોમવારે પણ એક દર્દીનું મોત થયું નહોતું. આ સાથે કોરોનાના કુલ સત્તાવાર કેસની સંખ્યા 12,23,941 થઈ છે. જ્યારે કુલ સત્તાવાર મોતનો આંકડો 10,942 યથાવત રહ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,12,932 દર્દી કોરોનાથી સાજા થઈ ચૂક્યાં છે. સોમવારે વધુ 6 દર્દી સાજા થયા હતા. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને માત્ર 67 થઈ ગઈ છે. સરકારી યાદી મુજબ સોમવારે રાજ્યમાં 4,776 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી રાજ્યમાં રસીના 10.62 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

સોમવારે રાજ્યમાં વેન્ટિલેટર પરના કોરોના દર્દીનો આંક શૂન્ય થયો હતો. કોરોનાની ત્રણેય લહેરમાં પહેલી વખત એવું બન્યું છે કે રાજ્યમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી. ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં મોટી સંખ્યામાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી હોવાથી વેન્ટિલેટર ખૂટી ગયાં હતાં. બીજી લહેરમાં વેન્ટિલેટરની ડિમાન્ડ ત્રણ ગણી વધી ગઈ હતી. સમગ્ર દેશમાં 50થી 60 હજાર વેન્ટિલેટરની જરૂરિયાત સામે માત્ર અડધા વેન્ટિલેટર ઉપલબ્ધ હતા.

રાજ્યમાં 67 એક્ટિવ કેસ, એક પણ ગંભીર નહીં

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.10 ટકા થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે મહામારી ટોચ પર હતી ત્યારે રિકવરી રેટ 80થી નીચે ચાલ્યો ગયો હતો. હાલ રાજ્યમાં 67 એક્ટિવ કેસ છે. આ તમામ દર્દીઓની હાલત સ્થિર છે. એટલે કે એકપણ દર્દીની હાલત ગંભીર નથી.

13મા દિવસે કોરોનાથી એકપણ મોત નહીં

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 67 એક્ટિવ કેસ છે, જો કે એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3 કેસ નોંધાયા છે. સોમવારે સતત 13મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી.

આ પણ વાંચો:ખેતીમાં વીજળી ન મળતા કોંગ્રેસ પાર્ટીનો હલ્લાબોલ કાર્યક્રમ, GEB કચેરીને તાળાબંધી કરવાની ઉચ્ચારી ચીમકી

આ પણ વાંચો:પશુ સંરક્ષણ નિયમને લઈ માલધારી સમાજમાં આક્રોશ, કાયદાને કાળા કાયદા સમાન ગણાવ્યો

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલના 200 દિવસ : ઓછા સમયમાં ઘણી સિદ્ધિઓ

આ પણ વાંચો:ગુજરાત સરકાર શહેરોમાં પશુ નોંધણી બિલ પાછું ખેંચી શકે છે