તેલંગાણા/ પંજાબના સાંસદો સાથે સોનિયા ગાંધી કરશે બેઠક, ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષની થઈ શકે છે જાહેરાત

તેલંગાણા કોંગ્રેસમાં સંકટની પરિસ્થિતિ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે પાર્ટીએ નવી સિસ્ટમ તૈયાર કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલંગાણાના ઘણા નેતાઓ પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીના કામ કરવાની રીતથી નારાજ છે.

Top Stories India
sonia

તેલંગાણા કોંગ્રેસમાં સંકટની પરિસ્થિતિ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે પાર્ટીએ નવી સિસ્ટમ તૈયાર કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલંગાણાના ઘણા નેતાઓ પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીના કામ કરવાની રીતથી નારાજ છે. હાલમાં જ રાહુલ ગાંધીએ રાજ્યના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. તેમણે નેતાઓને એક થઈને કામ કરવા જણાવ્યું હતું.

કેન્દ્રીય નેતૃત્વએ રેડ્ડીનો વિરોધ કરી રહેલા નેતાઓને કહ્યું છે કે, તેમની ફરિયાદો સાંભળવા માટે એક મિકેનિઝમ બનાવવામાં આવશે. રાજ્યના લગભગ 30 નેતાઓ અને રાહુલ ગાંધી વચ્ચે મેરેથોન બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક નેતાએ અખબારને માહિતી આપી હતી કે, મુદ્દાઓની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી શકે છે.

એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “સારી વાત એ છે કે તમામ મતભેદો હોવા છતાં, 30 થી વધુ નેતાઓ એકસાથે બેઠા અને રાહુલ ગાંધી સાથે ત્રણ-ચાર કલાક વિતાવ્યા.” “તેમણે કેટલાક લોકોની સમસ્યાઓ સાંભળી અને અન્યની… નવી મિકેનિઝમ સાથે ઉકેલવામાં આવશે,” તેમણે કહ્યું. આજે પાર્ટીનો ઉદ્દેશ્ય એક થઈને લડવાનું છે અને નિશાન સાધવાનું છે.

નવી મિકેનિઝમ અંગે તેમણે કહ્યું કે ‘વરિષ્ઠ નેતાઓની કમિટી જેવી વસ્તુની સ્થાપના કરવામાં આવશે. રેડ્ડી સામે નારાજગી વ્યક્ત કરનારા નેતાઓમાં કોંગ્રેસ વિધાયક દળના નેતા મલ્લુ ભાટી વિક્રમાર્કા, ધારાસભ્ય ડી શ્રીધર બાબુ અને વરિષ્ઠ નેતા વી હનુમંત રાવ સહિત અનેક નેતાઓના નામ સામેલ છે. અન્ય એક નેતાએ કહ્યું, “લોકો વચ્ચે મોટા મતભેદો છે. વાતચીત સારી નથી. એટલા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.

તેલંગાણા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ટી જયપ્રકાશ રેડ્ડીએ પણ ખુલ્લેઆમ રેવંત રેડ્ડીની ટીકા કરી છે. રેવન્ત રેડ્ડી, કેસી વેણુગોપાલ, મણિકમ ટાગોરે સોમવારે યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં હુઝુરાબાદ પેટાચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ તેલંગાણામાં કોંગ્રેસમાં વિવાદ ફાટી નીકળ્યો છે.

કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીની ચિંતા!
રાજ્યમાં ભલે આગામી વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ કોંગ્રેસની નેતાગીરી મુશ્કેલીઓ દૂર કરીને વહેલી તૈયારીઓ શરૂ કરવા માંગે છે. અહેવાલ છે કે પાર્ટી ચૂંટણી રણનીતિકાર સુનીલ કાનુગોલુની મદદ લઈ શકે છે.

આ પણ વાંચો:દેશ હવે કોરોના મુક્ત તરફ,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 795 કેસ,58 દર્દીઓના મોત

આ પણ વાંચો:પાકિસ્તાન અને ભારત બંનેની અર્થવ્યવસ્થા વિશે મને ખબર છે : પાકિસ્તાની રાજાનો બચાવ