Not Set/ CAAનાં સમર્થનમાં વડોદરા શહેરનાં નાગરિકોએ PM મોદીને લખ્યા આટલા બધા પોસ્ટકાર્ડ

CAAનાં સમર્થનમાં વડોદરા શહેરનાં નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં પોસ્ટકાર્ડ લખ્યા હતાં. જે 40,150 પોસ્ટકાર્ડ ભાજપ દ્વારા રેલી યોજી રાવપુરા જીપીઓ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતાં. સીએએનાં સમર્થનમાં શહેર ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો અપાયા છે. જેમાં શહેરનાં નાગરિકો દ્વારા પણ CAAનાં સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં શહેરનાં […]

Gujarat Vadodara
પોસ્ટ કાર્ડ CAAનાં સમર્થનમાં વડોદરા શહેરનાં નાગરિકોએ PM મોદીને લખ્યા આટલા બધા પોસ્ટકાર્ડ

CAAનાં સમર્થનમાં વડોદરા શહેરનાં નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં પોસ્ટકાર્ડ લખ્યા હતાં. જે 40,150 પોસ્ટકાર્ડ ભાજપ દ્વારા રેલી યોજી રાવપુરા જીપીઓ ખાતે પોસ્ટ કરવામાં આવ્યા હતાં.

સીએએનાં સમર્થનમાં શહેર ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો અપાયા છે. જેમાં શહેરનાં નાગરિકો દ્વારા પણ CAAનાં સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં શહેરનાં અલકાપુરી, વડીવાડી, ઇલોરાપાર્ક, ગોત્રી રોડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, રેસકોર્ષ, વાસણા રોડ, માંજલપુર, કારેલીબાગ, રાવપુરા, દાંડિયાબજાર,.નવાપુરા,.મકરપુરા સહિતનાં વિવિધ વિસ્તારોમાંથી લોકો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને CAAનો કાયદો લાવવા બદલ અભિનંદન પાઠવતા પોસ્ટ કાર્ડ લખાયા હતાં.

આ તમામ પોસ્ટકાર્ડ શહેર ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત કરાયા હતાં. આજે કોઠી કચેરી વિસ્તારમાં આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ રંજનબેન ભટ્ટની અધ્યક્ષતામાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં શહેર ભાજપનાં કાર્યકરોએ એકત્ર થઇ CAAનાં સમર્થનમાં રેલી સ્વરૂપે રાવપુરા જીપીઓ ખાતે પહોંચ્યા હતા. જ્યાં,નાગરિકોએ CAA ના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતા લખેલા 40,150 પોસ્ટકાર્ડને પોસ્ટ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.