Not Set/ પાટણના ભેજાબાજ દ્વારા સરકારી ભરતીના નામે જાહેરાત આપી, ઉમેદવારો પાસેથી કરોડો ખંખેર્યા

ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ભરતીના નામે એક જાણીતા ન્યુઝ પેપરમાં ખોટી જાહેરાત આપવા આવી હતી. ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના નામે 2 જાન્યુઆરી 2020ના રોજ 1000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી. જેમાં ઓફિસ આસિસ્ટન્ટની 460, એકાઉન્ટન્ટની 244, મોનિટરિંગ એન્ડ એવેક્યુશનની 256 અને એમ.આઈ.એસની 283 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી હતી. આ […]

Gujarat Others
GSud પાટણના ભેજાબાજ દ્વારા સરકારી ભરતીના નામે જાહેરાત આપી, ઉમેદવારો પાસેથી કરોડો ખંખેર્યા

ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ભરતીના નામે એક જાણીતા ન્યુઝ પેપરમાં ખોટી જાહેરાત આપવા આવી હતી. ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના નામે 2 જાન્યુઆરી 2020ના રોજ 1000થી વધુ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી હતી. જેમાં ઓફિસ આસિસ્ટન્ટની 460, એકાઉન્ટન્ટની 244, મોનિટરિંગ એન્ડ એવેક્યુશનની 256 અને એમ.આઈ.એસની 283 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી હતી.

આ માટે ઓનલાઈન અરજી https:://gusdm.org.in પર મંગાવવામાં આવી હતી. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2019 દર્શાવવામાં આવી હતી.

પોલીસ દ્વારા ખોટી જાહેરાત માં આપેલ મોબાઈલ નંબર પર થી સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં પાટણ ના  ચાર શખ્સો સંડોવાયેલા હોવાની માહિતી બહાર આવી હતી. તપાસ અધિકારી દ્વારા આ 4 આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી.

આ 4 આરોપી પોતે કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટરવેર ના જાણકાર હોવાથી આ છેતરપીંડી નો પ્લાન તેમને ઘડ્યો હતો. ગાંધીનગર પોલીસે ધરપકડ કેવલ ઠક્કર ,ધર્મેન્દ્ર રાજગોર રાજ જોશી હિતેન્દ્ર ઠાકોરની ધરપકડ કરી છે.

આ તમામ આરોપીઓમાં કેવલ ઠક્કર, ધર્મેન્દ્ર રાજગોર, રાજ જોશીએ MCA સુધીનો અભ્યાસ કર્યો છે, જયારે હિતેન્દ્ર ઠાકોરે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ચારેય આરોપીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં પાટણ ખાતે વેબસાઈટ અને સોફ્ટવેર બનાવવાના વ્યસાય સાથે સંકળાયેલા છે. આ આરોપીઓ એ પૈસા કમાવવાના ઉદ્દેશથી ENDURANCE I DOMAINS TECHNOLOGY LLP,MUMBAI પાસેથી ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના ભળતા નામે નવી વેબ સાઇટ http;//www.gusdm.org.બનાવીને ડોમેઈન રજીસ્ટર કરાવ્યા બાદ સર્વર ભાડે રાખ્યું હતું. ઓરિજનલ ડોમેનની જગ્યાએ GUSDMના નામનો ઉપયોગ કરીને ડોમેનથી હોમપેજ બનાવ્યું હતું.

આ બનાવટી હોમપેજ પર ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન નામે ભરતી માટે જાહેરાત મૂકવામાં આવી હતી. જેમાં જાહેરાતનું ફોર્મ અને 300 રૂપિયા ફી ભરવા અંગેની માહિતી અને ICICI બેન્કના એકાઉન્ટનો નંબર મૂકવામાં આવ્યો હતો. આ બનાવટી જાહેરાત જોઈને 300થી વધુ ઉમેદવારોએ ભરતી માટેની 55,000 રૂપિયાથી વધુની ફી બેંકના ખાતામાં ભરી દીધી હતી. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે પાટણમાં આરોપીઓ બનાવટી દસ્તાવેજોના આધારે બંધન બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. આ મામલે ગાંધીનગર LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને બનાવતી દસ્તાવેજોના આધારે યુવાનો સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.