Not Set/ કાલોલમાં ઓક્સિજન ટેન્કર લઈને આવેલા ટેન્કર ચાલક સાથે વડાપ્રધાને કરી મન કી બાત કાર્યક્રમમાં વાતચીત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રવિવારે પ્રસારિત થયેલા ‘મન કી બાત’ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કેટલાક પસંદ કરેલા કોરોના વોરિયર્સ સાથે ખાસ વાતચીત કરી હતી.પ્રધાન મંત્રીએ એવા કોરોના વોરીયર્સ સાથે

Top Stories Gujarat
dald કાલોલમાં ઓક્સિજન ટેન્કર લઈને આવેલા ટેન્કર ચાલક સાથે વડાપ્રધાને કરી મન કી બાત કાર્યક્રમમાં વાતચીત

મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રવિવારે પ્રસારિત થયેલા ‘મન કી બાત’ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ કેટલાક પસંદ કરેલા કોરોના વોરિયર્સ સાથે ખાસ વાતચીત કરી હતી.પ્રધાન મંત્રીએ એવા કોરોના વોરીયર્સ સાથે વાત કરી હતી જેમણે વૈશ્વિક મહામારી કોરોનાના કાળમાં પણ પોતાના પરિવારનું જીવન અને પોતાનો પણ જીવ જોખમમાં મૂકી અનેકોના જીવ બચાવ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ જરૂરી થઈ પડેલા એવા ઓક્સિજન ગેસ એટલે કે પ્રાણવાયુનો પુરવઠો યોગ્ય સમયે હોસ્પિટલમાં પહોંચાડનાર પાયલોટસ સાથે પણ નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં વાત કરી હતી .

dald2 કાલોલમાં ઓક્સિજન ટેન્કર લઈને આવેલા ટેન્કર ચાલક સાથે વડાપ્રધાને કરી મન કી બાત કાર્યક્રમમાં વાતચીત

આ એવા એક પાયલોટ્સ હતા કે જેમની ખંત પૂર્વકની કામગીરીને લઈ અનેક લોકોના જીવ બચાવી શકાયા છે. નરેન્દ્ર મોદીએ આજે ખાસ સમગ્ર દેશ માં ખૂણે ખૂણે સુધી ઓક્સિજનનો પુરવઠો હવાઈ, રેલવે અને રોડ માર્ગે પહોંચાડનાર ત્રણ અલગ અલગ પાયલોટ્સ સાથે પણ વાત કરી હતી.

1 79 કાલોલમાં ઓક્સિજન ટેન્કર લઈને આવેલા ટેન્કર ચાલક સાથે વડાપ્રધાને કરી મન કી બાત કાર્યક્રમમાં વાતચીત

મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેતા દિનેશ ઉપાધ્યાય ઓક્સિજન ટેન્કરના ડ્રાઈવર છે.જેમને કોરોનાની બીજી લહેરમાં ખૂબ ઉત્તમ કામગીરી કરી છે. કોરોના કાળમાં દિનેશ ઉપાધ્યાય દેશના અલગ અલગ રાજયોમાં ટેન્કર મારફતે ઓક્સિજનનો જથ્થો પહોંચાડી અનેક લોકોના જીવ બચાવ્યા છે. ઈનોક્સ એર પ્રોડક્ટ નામની કંપનીમાં છેલ્લા ઘણા વર્ષોથી દિનેશ ઉપાધ્યાય ઓક્સિજન ટેન્કરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. અને કોરોના કાળમાં દિનેશજીએ જે કામગીરી કરી છે તેની નોંધ લઈ આજે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિનેશ ઉપાધ્યાય સાથે વાત કરી તેમને પ્રોત્સાહિત કર્યા છે અને તેમના પરિવારના પણ હાલચાલ પૂછ્યા છે,

ત્યારે એક સામાન્ય ટેન્કર ડ્રાઈવર સાથે જ્યારે દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ એટલે કે વડાપ્રધાન જાતે જ વાત કરતા હોય તે ક્ષણો દેશના દરેક વ્યક્તિ માટે અત્યંત ખાસ બની જતી હોય છે.વડાપ્રધાન મોદી સાથે વાત કરી દિનેશ ઉપાધ્યાય ખૂબ ઉત્સાહિત જણાઈ રહ્યા હતા.તેમને કહ્યું કે આજે તેમની ખુશીમાં અનેક ઘણો વધારો થયો અને તેઓ પોતે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

majboor str 23 કાલોલમાં ઓક્સિજન ટેન્કર લઈને આવેલા ટેન્કર ચાલક સાથે વડાપ્રધાને કરી મન કી બાત કાર્યક્રમમાં વાતચીત