Not Set/ નવા ચહેરાઓ અંગે પાટીલના વિધાનો બાદ ધારાસભ્યો ચીંતામાં!!

ગાંધીનગર મોડલ પ્રમાણે જો ધારાસભ્યોની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી થાય તો મોટાભાગના ધારાસભ્યો ચૂંટણી પહેલાંજ ‘પૂર્વ’ બની શકે તેવો ભય..

Gujarat Others Trending
પાટીલ

કોંગ્રેસ ભલે ગમે ત્યારે પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરે પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખે અત્યારથી જ ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરવાની કામગીરી આરંભી દીધી છે. માત્ર કમલમમાં કે પોતાના મત વિસ્તાર નવસારીમાં બેસી રહેવાને બદલે અત્યારે આખા રાજ્યનો પ્રવાસ કરીને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો નવો સંચાર કરી રહ્યા છે. આ વાત નોંધવા જેવી છે. સાથો સાથ આગામી દિવસોમાં ભાજપની રણનીતિ કેવી હશે તે અંગે રાજકીય નિરીક્ષકોએ તો ખૂબ અટકળો કરી પરંતુ હવે પોતાના સચોટ અને અસરકારક વિધાનો દ્વારા સી.આર.પાટીલ પણ નગારે ઘા દઈ રહ્યાં છે.

jio next 5 નવા ચહેરાઓ અંગે પાટીલના વિધાનો બાદ ધારાસભ્યો ચીંતામાં!!

આ પણ વાંચો :અંકલેશ્વર અને અમદાવાદમાં આગની ઘટના, ત્રણ લોકો દાઝ્યા

તાજેતરમાં હિંમતનગર ખાતે ભાજપના કાર્યકર સંમેલનમાં કરેલા વિધાનોએ તો સૌને વિચાર કરતાં કરી દીધા છે. ઉત્તર ગુજરાતનાં મહત્વના મથક જેવા ગણાતા હિંમતનગરમાં ભાજપ દ્વારા પેજ પ્રમુખોને આઈ કાર્ડ વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધતા સી.આર.પાટીલે એવો સ્પષ્ટ સંકેત આપ્યો કે આવતી ચૂંટણીમાં ૧૮૨ બેઠકો પૈકી ભાજપ ૧૦૦ જેટલા નવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે. ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને જે લોકો હારી ગયા છે તેમના માટે તો ટિકિટ માગવાનો સ્કોપ જ નથી. તેમણે તો કાર્યકર બનીને પક્ષે જેને ટિકિટ આપી છે તેને જીતાડવા પડશે.

a 291 નવા ચહેરાઓ અંગે પાટીલના વિધાનો બાદ ધારાસભ્યો ચીંતામાં!!

૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠક મળી હતી. જ્યારે બાકીની બેઠકો કોંગ્રેસ અને અન્ય પક્ષોને મળી હતી એટલે કે ૮૩ બેઠકો પર ભાજપ હારી ગયું હતું. હવે આ ૮૩ બેઠકો પર ભાજપના જે આગેવાનો હારી ગયા હતા તેમાં કેટલાક મોટા માથાઓ પણ હતા. પૂર્વ સ્પીકર રમણલાલ વોરા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ સહિત અનેક નામો હતા. હવે આ રીતે ૧૮૨ પૈકી આ ૮૩ બેઠકો પર તો જીતી શકે એવા નવા ચહેરાઓને મૂકવાનો સંકેત આપી દીધો. જો કે, આ ૮૩ પૈકીની ૨૦ કરતાં વધુ બેઠકો એવી છે કે, ભાજપે કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાને કારણે જીતી છે અને આમાની મોટાભાગની બેઠકો પર તો કોંગ્રેસમાંથી આવેલા આગેવાનો જીત્યા છે. ૨૦૨૦માં કોરોનાની પ્રથમ લહેર પછી જે ૮ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ તેમાં તમામ બેઠકો ભાજપ જીત્યું પરંતુ આમાની પાંચ બેઠકો પર પક્ષપલ્ટો કરી ભાજપમાં આવેલા આગેવાનો જીત્યા છે. જ્યારે એક પૂર્વ કોંગ્રેસી છે. હિંમતનગરમાં ગત ચૂંટણીમાં ભાજપ હાર્યો હતો અને ત્યાંનાં કોંગ્રેસમાંથી આવેલા આગેવાન જીત્યા હતા. હવે આ સમારોહમાં સી.આર.પાટીલે એવું કહી દીધું કે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કાયમી નથી હોતા. અહિંના એટલે કે હિંમતનગરના ધારાસભ્ય પણ નહિ અને નવસારીનાં સાંસદ એટલે કે હું પણ નહિ. પક્ષ ગમે ત્યારે ગમે તેેને બદલી શકે છે. જો કે સાથો સાથ એવી ટકોર પણ કરી કે આ અંગે કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લઈ ચીંતા કરવાની જરાય જ‚ર નથી.

a 288 નવા ચહેરાઓ અંગે પાટીલના વિધાનો બાદ ધારાસભ્યો ચીંતામાં!!

આ પણ વાંચો :JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર, TOP 100માં ગુજરાતના 10 વિદ્યાર્થિઓએ માર્યુ મેદાન

પ્રદેશ ભાજપ પ્રમુખે વિશેષમાં એમ પણ કહ્યું કે ભાજપ કાર્યકરોનો પક્ષ છે અને દરેક કાર્યકરોને તક મળે છે હું પોતે ૩૪ વર્ષ પહેલા પોલીસની નોકરી છોડી ભાજપમાં કાર્યકર તરીકે જોડાયો હતો અને પક્ષે મને આ હોદ્દા સુધી પહોંચાડ્યો છે. એટલે દરેક કાર્યકરે ટિકિટ તો માગવી જ જોઈએ. કોને આપવી તે સર્વે અને લાયકાત બાદ મોવડી મંડળ નક્કી કરશે પરંતુ ટિકિટ ન મળે તો પણ દરેક કાર્યકરે પક્ષ માટે અને નક્કી થયેલા ઉમેદવારને જીતાડવા કામ કરવાની તૈયારી તો રાખવી જ પડશે.

a 289 નવા ચહેરાઓ અંગે પાટીલના વિધાનો બાદ ધારાસભ્યો ચીંતામાં!!

જ્યારે બે-ત્રણ દિવસ પહેલા ગીરસોમનાથ જિલ્લામાં ભાજપના અદ્યતન કાર્યાલયનું ભૂમિ પૂજન કર્યા બાદ પણ સી.આર.પાટીલે કહેલું કે, ભાજપ અને તેનો કાર્યકર સામાન્ય માનવી સાથે જોડાયેલો છે. ધારાસભાની કે કોઈપણ હોદ્દા માટે પૂરતી ચકાસણી કરીને ટિકિટ આપવાનો અમે નક્કી કરેલું છે. જીતી શકે તેવા અને પક્ષે નક્કી કરેલી ગાઈડલાઈનમાં આવતા ઉમેદવારોને ગુણવત્તાનાં ધોરણે ટિકિટ આપવાના છીએ. સાથો સાથ તેમણે કાર્યકરોને સંબોધીને સાફ શબ્દોમાં કહી પણ દીધું કે કોઈ વર્તમાન કે પૂર્વ ધારાસભ્યોને ટિકિટ ન મળે તો તેના સગાઓને ટિકિટ આપવાનો આગ્રહ કોઈએ ન રાખવો. ભાજપ વિશ્ર્વનો સૌથી મોટો પક્ષ છે અને સગાવાદથી આગળ વધી પોતાની તાકાત બતાવવા માગે છે. એટલે કોઈએ એવા વહેમમાં ક્યારેય ન રહેવું કે મને નહિ તો મારા કોઈ કુટુંબીને ટિકિટ મળશે. વધુમાં સી.આર.પાટીલે એમ પણ કહ્યું કે, તમામ નવા ચહેરાઓ મૂકવાનું ભાજપનું વલણ સ્થાનિક ચૂંટણીમાં સફળ પૂરવાર થયું છે. તેમણે ગાંધીનગરનો દાખલો આપીને કહ્યું કે, ત્યાં અમે તમામ ૪૪ નવા ચહેરા ઉતાર્યા તેનો અમને ફાયદો મળ્યો છે.

a 290 નવા ચહેરાઓ અંગે પાટીલના વિધાનો બાદ ધારાસભ્યો ચીંતામાં!!

આ પણ વાંચો :  દશેરાના દિવસે PM મોદીના હસ્તે સુરતમાં પાટીદાર યૂથ હોસ્ટેલનું ખાતમુહૂર્ત

અત્રે એ વાત પણ નોંધવી જ‚રી છે કે ગાંધીનગરમાં ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ૧૬-૧૬ બેઠક મળી હતી. તેમાં કોંગ્રેસના એક સભ્યે પક્ષાંતર કરતાં તેને મેયર પદ આપ્યુ ભાજપની સંખ્યા ૧૭ થઈ હતી. હવે આ વખતની ચૂંટણીમાં આ તમામ ૧૭ જૂના કોર્પોરેટરોને ટિકિટ ન આપી ચૂંટણી પહેલા જ પૂર્વ બનાવી દીધા હતા. જો સી.આર.પાટીલ આ નો-રિપીટ થીયરી આગળ વધારે તો ધારાસભામાં જે ભાજપના અંદાજે ૧૧૦ જેટલા ધારાસભ્યો છે તેમાંના અમૂક ઉંમરનાં કારણે અમૂક ત્રણ કે ચારથી વધુ વખત ચૂંટાવાને કારણે કે વિવિધ કારણોસર ટિકિટ ન મળે તેવી સ્થિતિ છે. અત્યારે સી.આર.પાટીલનાં આ ઉપરાછાપરી વિધાનો બાદ રાજકીય પંડીતો એવું ગણિત માંડે છે કે આ ૧૧૦ પૈકી ૮૦થી વધુ ધારાસભ્યોને ટિકીટ ન પણ મળે. ટૂંકમાં કેટલાક અપવાદો સાથે ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલનાં મુખ્યપ્રધાન પદ વાળા નવા પ્રધાન મંડળની રચનામાં જે નો-રિપીટ થીયરી અપનાવાઈ તે આમા પણ આગળ વધી શકે છે.

a 292 નવા ચહેરાઓ અંગે પાટીલના વિધાનો બાદ ધારાસભ્યો ચીંતામાં!!

જો કે, ૨૦૧૭ની ચૂંટણી પહેલા એક વર્ષ અગાઉ આવી જ વાતો થતી હતી પરંતુ સ્થાનિક ચૂંટણીમાં ભાજપને આંચકો આપતા પરિણામો આવ્યા બાદ ભાજપે બાજી બદલી હતી અને ઘણા જૂના ધારાસભ્યો પડતા મૂકાવાની શક્યતા વાળા હતા. છતાંય બચી ગયા હતા. જો કે આ વખતે ૨૦૨૦ બાદ ભાજપ તમામ ચૂંટણી જીત્યું છે પેટા ચૂંટણીમાં ક્લીન સ્વીપ, તમામ જિલ્લા પંચાયતોમાં ક્લીન સ્વીપ વાળી સત્તા અને છેલ્લે ગાંધીનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપને જીત મળી છે. તે જોતા ટિકિટ વહેંચણીનું ગાંધીનગર મોડલ આખા દેશમાં અપનાવાય તો કોઈને આશ્ર્ચર્ય નહિ થાય.

આ પણ વાંચો :શિવરંજની રોડ પર ફરી સર્જાયો અકસ્માત, કારનો નીકળી ગયો કચ્ચરધાણ

બાકી ભાજપે તૈયારી તો સવા વર્ષ અગાઉ કરી દીધી છે. ખેડૂત આંદોલનની ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં અસર થઈ નથી. મોંઘવારી બેકારી જેવા પ્રશ્ર્નો લોકોમાં પહોંચાડવામાં કોંગ્રેસ નબળી પડે છે. આમ આદમી પાર્ટી ગાંધીનગરની જેમ ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગણિત બગાડી શકે તેવી શક્યતા છે. આથી આ વખતે એન્ટી ઈન્કમ્બન્સી વેવ હોવા છતાં મત વિભાજન ભાજપને ફાયદો કરાવી શકે તેમ હોવાથી ઓછામાં ઓછા ૯૦ ટકા ઉમેદવારો તો નવા ચહેરા હશે જ તેવું લાગે છે.

આ પણ વાંચો : 70 વર્ષની વૃધ્ધાને ત્યાં લગ્નના 45 વર્ષ પછી પારણું બધાયું: દીકરાને જન્મ આપ્યો