ઉના/ ગીરસોમનાથનો માછીમાર બન્યો રાતોરાત કરોડપતિ, જાણો એવું તે શું થયું …

૫ કરોડ જેટલી રકમની ધોલ માછી મળી આવતા બોટ માલીકને લોટરી લાગી..

Gujarat Others
SSS 1 ગીરસોમનાથનો માછીમાર બન્યો રાતોરાત કરોડપતિ, જાણો એવું તે શું થયું ...

ઊનાના સૈયદ રાજપરા ગામના માછીમાર ભીખાભાઇ પુનાભાઇ બાંભણીયાની માલીકીની બોટ લક્ષ્મી પ્રસાદ નામની બોટ દરીયાના ૫૦ નોટીફીકેસન દૂર ફિસીંગ કરવા ગયેલ હતા. ત્યારે દરીયામાં માછીમારી કરતી વખતે ફિસીંગ ઝાળમાં ધોલ નામની કિંમતી માછીનો જથ્થો મળી આવતા માછીમારોમાં ખુશીની લહેર જોવા મળેલી હતી .

જાણવા મળતી વિગત મુજબ લક્ષ્મી પ્રસાદ બોટના માલીક ભીખાભાઇ પુનાભાઇ બાંભણીયાની બોટ સૈયદ રાજપરાના દરીયામાં ફીસીંગ કરવા ગયેલ અને બોટ અંદાજીત ૩૦ થી ૪૦ નોટીકલ માઇલ દૂર ફીસીંગ કરતી હતી. અને દરીયામાં ઝાળ પાથરેલ હોય જેમાં ૧૭૦૦થી વધુ ધોલ માછીનો જથ્થો ઝાળમાં આવતા માછીમારો દરીયામાંથી ઝાળ ખેચતા ધોલ માછલી જોતા અચંબામાં પડી ગયેલ અને બોટ માલીકને જાણ કરતા તે પણ વાત સાંભળીને તેમને વિશ્વાસ ન આવેલ અને ઘોલ માછલીનો જથ્થો બોટમાં સમાતો ન હોય કાંઠેથી અન્ય બોટોને બોલાવી તમામ જ્થ્થો કાંઠા પર લાવતા માછીમારો ધોલને જોઇ ખુશ થઇ ગયા હતા.

બીજી તરફ આ ઘોલ માછલીની અંદાજીત કિંમત રૂ. ૫ કરોડની રકમની થતી હોવાનું જાણવા મળી રહ્યુુ છે. માછીમારને રાતો રાત લોટરી લાગી ગયેલ હોય તેવો માહોલ બંદર કાંઠાના માછીમારોમાં જોવા મળતો હતો. આ ૧૭૦૦ થી વધુ કિંમતી ધોલ માછલી મળી આવતા દેવામાં ડુબેલો માછીમાર રાતો રાત કરોડપતિ બની જતા તેમના પરીવારમાં ખુશી જોવા મળતી હતી.

લક્ષ્મી પ્રસાદ બોટના માલીક ભીખાભાઇ દેવામાં ડુબેલ હતા. અને વાવાઝોડા બાદ પરીસ્થિતી સાવ નબળી હતી. અને પોતાની જમીન વહેચી બોટ બનાવી અને બોટ બનાવ્યા પછી માછીમારી કરવા માટે ભીખાભાઇનું મન માનતુ ન હતું. પણ બધાના આગ્રહથી બોટ માછીમારી કરવા મોકલી અને ધોલ માછલી આવતા તેમને લોટરી લાગી હોય તેમ અંદાજે રૂ. ૫ કરોડનો જથ્થો આવતા તેમના ચહેરા પર ખુશી જોવા મળતી હતી…

ભીખાભાઇની બોટ લક્ષ્મી પ્રસાદમાં અંદાજે ૧૮૦૦ જેટલી ધોલ માછલી આવતા તેમને આ બાબતની જાણ થતાં તેમને વિશ્વાસ ન હતો પરંતુ ધોલને જોતાજ તેમની આંખોમાં હર્ષના અશ્રુઓ અને ચહેરા પર ખુશી જોવા મળતી હતી…સૈયદ રાજપરા ગામે માછીમારની બોટમાં ૧૭૦૦ થી વધુ ધોલ માછીનો જથ્થો ગુજરાતમાં પ્રથમ ધટના હોવાનું ઉપ સરપંચ સુકરભાઇએ જણાવેલ હતું..

.