Not Set/ માતૃગયા તીર્થ સિદ્ધપુર : માતૃઋણ માંથી મુક્ત થવા માટે ઉત્તમ સ્થાન

આજના આ આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થાન તરીકે કરેલું છે. ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાંનું એક બિંદુ સરોવર સિદ્ધપુરની નજીક સ્થિત છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે પૈતૃક અંત્યેષ્ઠિ કરવા ગયા જવું પડે છે જ્યારે માતૃપક્ષની અંત્યેષ્ઠિ કરવા માટેનું સ્થાન હોય તો તે છે સિદ્ધપુર. માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે ડોશી  નોમના […]

Top Stories Gujarat Others
bindu sarovar માતૃગયા તીર્થ સિદ્ધપુર : માતૃઋણ માંથી મુક્ત થવા માટે ઉત્તમ સ્થાન

આજના આ આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થાન તરીકે કરેલું છે. ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાંનું એક બિંદુ સરોવર સિદ્ધપુરની નજીક સ્થિત છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે પૈતૃક અંત્યેષ્ઠિ કરવા ગયા જવું પડે છે જ્યારે માતૃપક્ષની અંત્યેષ્ઠિ કરવા માટેનું સ્થાન હોય તો તે છે સિદ્ધપુર.

માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે ડોશી  નોમના પવિત્ર દિવસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃ તર્પણ વિધિ કરી , પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં પિંડ દાન કરી માતૃ ઋણ માંથી મુક્ત થાય છે.  ભારતભરમાંથી  ઉમટેલા અંદાજિત 10000 કરતા વધુ પરિવારોએ માતૃ ઋણ ચૂકવી  ધન્યતા અનુભવે છે.

મરણોત્તર જીવન અને મૃત્યુ પછી પૂર્વજ અને વંશ વચ્ચેના સમાદરનું શ્રાધ્ધ પર્વ એટલે માતૃશ્રાધ્ધ.  પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલ તીર્થધામ સિધ્ધપુર ભારતભરનું સિધ્ધપુરમાં આવેલુ એક માત્ર તીર્થ બિંદુ સરોવર ભાદરવા માસમાં માતૃ શ્રાધ્ધ વિધિ કરાવવા હજારોની સંખ્યામાં લોકો આવીને માતૃ શ્રાદ્ધ કરાવી માતાના ઋણમાંથી મુક્ત બન્યાનો અહેસાસ કરે છે. ભગવાન કપિલ મુનિએ માતા દેવહુતિના ઋણ માંથી મુક્ત થવા અહીંના પવિત્ર બિંદુ સરોવર ખાતે માતૃ શ્રાદ્ધ કર્યું  હતું, તો  ભગવાન પરશુરામે પણ માતા રેણુકાનું પિંડ દાન કરી માતૃ હત્યા ના પાપમાંથી મુક્તિ મેળવી  હતી.

કારતક, ચૈત્ર અને ભાદરવા માસમાં શ્રાદ્ધ કરવાનો વિશેષ મહિમા  રહેલો છે, હાલમાં પવિત્ર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે ભાદરવા વદ નોમ ને ડોશી નોમ ના દિવસે માતૃ શ્રાદ્ધ કરવા માટે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ગુજરાત સહીત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી પણ સેંકડો પરિવારો માતૃ શ્રાદ્ધ માટે ઉમટી પડ્યા હતા. ગુજરાત ની સાથે ખાસ કરીને મહારાષ્ટ્ર માં ડોશી નોમ નો મહિમા હોઈ મહારાષ્ટ્રીયન પરિવારો મોટી સંખ્યામાં આવ્યા  હતા,આ દિવસે શ્રદ્ધાળુઓએ તેમની માતા, દાદી, પરદાદીનું પિંડ દાન કરી તેમને મોક્ષ અપાવ્યો હતો ને માતૃ ઋણ માંથી મુક્ત થયાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.