Controversy/ રિહાનાએ ટ્વીટ કર્યો ટોપલેસ ફોટો, ગળામાં જોવા મળ્યું ભગવાન ગણેશનું પેન્ડલ

પોપ સિંગર રિહાના તેના ગીતો અને ફેશન સેન્સને કારણે સતત ચર્ચામાં બની રહે છે. થોડા સમય પહેલા તેણે ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કર્યું હતું…

Trending
PICTURE 4 222 રિહાનાએ ટ્વીટ કર્યો ટોપલેસ ફોટો, ગળામાં જોવા મળ્યું ભગવાન ગણેશનું પેન્ડલ

પોપ સિંગર રિહાના તેના ગીતો અને ફેશન સેન્સને કારણે સતત ચર્ચામાં બની રહે છે. થોડા સમય પહેલા તેણે ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કર્યું હતું, જેના કારણે તે ભારતમાં ચર્ચામાં આવી હતી. હવે ફરી એક વખત રિહાના ચર્ચામાં આવી છે. આ વખતે તે પોતાના એક ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, રિહાનાએ તેની ખૂબ જ બોલ્ડ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ નવા ફોટામાં રિહાના ટોપલેસ પોઝ આપતી જોઇ શકાય છે. તેણે પોતાના ફોટોશૂટમાં એક ખૂબ જ સુંદર ટેટુ પણ લગાડ્યું છે, જે તેના પેટથી લઈને તેના હાથ સુધી બનાવવામાં આવ્યુ છે. વળી તે જોવા મળે છે કે રીહાન્ના પૂલની બાજુમાં ઉભી છે. રિહાનાએ લોન્જરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ટોપલેસ પોઝ આપી રહી છે. આ સાથે તેણે ઘણી એક્સેસરીઝ પણ કૈરી કરેલી છે. તેણે ગળામાં ભગવાન ગણેશનું પેન્ડલ પણ પહેર્યું છે, જેના કારણે તે ટ્રોલ્સનાં નિશાના હેઠળ આવી છે. સોશિયલ મીડિયા પર તેના ફેશન સેન્સની ખૂબ ટીકા થઈ રહી છે.

આ પહેલા પણ રિહાના વિવાદોમાં આવી ચુકી છે. રિહાનાએ તેના વર્ચુઅલ રનવે શો Savage X Fenty માં લોન્જરી કલેક્શનને દર્શાવ્યું હતું. મ્યુઝિકલ પ્રોડ્યુસર Coucou Chloe શો માટે તેના ગીત Doom નો ઉપયોગ કર્યો હતો. આ ગીતમાં ઇસ્લામની હદીસ છે. હદીસ એ વસ્તુઓ છે જે પૈગમ્બરે કહ્યું હતું. કુરાન સિવાય, હદીસમાં ઇસ્લામિક સંસ્કૃતિનાં રિવાજો અને નિયમો પણ જણાવવામાં આવ્યા છે, જેને લોકો ફોલો કરે છે. હદીસને એક લોન્જરી ફેશન શો માં ઉપયોગ થતા જોઇ સોશિયલ મીડિયા પર યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી. જેના પર રિહાનાએ માફી પણ માંગી હતી.

sucess / UAE એ રચ્યો ઇતિહાસ, ભારતના મિશન મંગલ જેવું હોપ માર્સ મિશન સફળ, સ્પેસ ક્રાફ્ટ ‘હોપ’ મંગળ ગ્રહની નજીક પહોંચ્યું

Corona Vaccine / વિશ્વભરના 20 દેશોને કોરોનાની રસી પહોંચાડવામાં ભારત બન્યો દેવદૂત, બે કરોડથી વધારે રસી મોકલી

America / અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બિડેન આંતરરાષ્ટ્રીય સ્તર પર કરશે પ્રથમ સંબોધન, આ મુદ્દા હશે મહત્વના

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ