Not Set/ વૈજ્ઞાનિકોને મળ્યા અત્યાર સુધીનાં સૌથી વિશાળકાય ડાયનાસોરનાં અવશેષ

જુરાસિક પાર્કની ફિલ્મ જોયા બાદ દુનિયાભરનાં લોકોને વિશાળકાય ડાયનોસોરને જોવાની તક મળી હતી. કહેવાય છે કે ડાયનોસોરનું અસ્તિત્વ આજથી કરોડો વર્ષ પૂર્વે પૃથ્વી પર હતુ. જેના અવશેષો આજે પણ મળી આવ્યા હોવાનુ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. જો કે પૃથ્વીથી ગાયબ થઇ ચુકેલા આ પ્રાણીઓ વિશે જાણવા માટે આપણને આજે પણ ઘણો રસ છે. ડાયનોસોરનાં વિશે […]

World
dinasour વૈજ્ઞાનિકોને મળ્યા અત્યાર સુધીનાં સૌથી વિશાળકાય ડાયનાસોરનાં અવશેષ

જુરાસિક પાર્કની ફિલ્મ જોયા બાદ દુનિયાભરનાં લોકોને વિશાળકાય ડાયનોસોરને જોવાની તક મળી હતી. કહેવાય છે કે ડાયનોસોરનું અસ્તિત્વ આજથી કરોડો વર્ષ પૂર્વે પૃથ્વી પર હતુ. જેના અવશેષો આજે પણ મળી આવ્યા હોવાનુ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. જો કે પૃથ્વીથી ગાયબ થઇ ચુકેલા આ પ્રાણીઓ વિશે જાણવા માટે આપણને આજે પણ ઘણો રસ છે.

78ee58827c6d0747a31ffa1e18c6bfdf વૈજ્ઞાનિકોને મળ્યા અત્યાર સુધીનાં સૌથી વિશાળકાય ડાયનાસોરનાં અવશેષ

ડાયનોસોરનાં વિશે જાણવાનો ક્રેઝ એટલો બધો છે કે હોલિવુડએ તો તેના પર ફિલ્મો સુધી બનાવી દીધી છે. ડાયનોસોર પૃથ્વી પર કરોડો વર્ષો પૂર્વે હતા અને તેમના અવશેષોથી જ આપણે તેમના હયાત હોવાના અનુમાન લગાવતા આવ્યા છીએ. આપને જણાવી દઇએ કે, ફ્રાંસમાં દુનિયાનાં સૌથી મોટા ડાયનોસોરનાં અવશેષો મળી આવ્યા છે. જણાવી દઇએ કે, ફ્રાંસનાં ઓન્જેક વિસ્તારમાં વૈજ્ઞાનિકોને દુનિયાનાં સૌથી મોટા ડાયનોસોરનાં હાડકા મળવાની વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ તેના પર અભ્યાસ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. જ્યા આ અવશેષઓ મળી આવ્યા છે તેની આસપાસનાં એરિયામાં હવે શોધખોળનું કામ શરૂ કરવામાં આવી શકે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે અહી અન્ય અવશેષો પણ મળી શકે છે.

pjimage 76 વૈજ્ઞાનિકોને મળ્યા અત્યાર સુધીનાં સૌથી વિશાળકાય ડાયનાસોરનાં અવશેષ

ફ્રાંસનાં ઓન્જેક વિસ્તારમાં વૈજ્ઞાનિકોને મળી આવેલ સૌથી મોટા ડાયનોસોરનાં હાડકાનો આકાર લગભગ 6 ફૂટ છે. તેની સાથે જ તે અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ દુનિયાનાં સૌથી મોટા ડાયનાસોરનાં અવશેષો હોઇ શકે છે. કારણ કે અત્યાર સુધી આટલા મોટા આકારની કોઇ પણ ચીજ મળી નથી. આ અવશેષો વૈજ્ઞાનિકોને લગભગ 10 વર્ષોનાં સખત પ્રયાસો બાદ મળ્યા છે.વૈજ્ઞાનિકો અંદાજે એક દશકથી અહી ડાયનોસોરનાં અવશેષોની શોધખોળ કરી રહ્યા હતા.

r355167 1632902 1 વૈજ્ઞાનિકોને મળ્યા અત્યાર સુધીનાં સૌથી વિશાળકાય ડાયનાસોરનાં અવશેષ

આપને જણાવી દઇએ કે, વૈજ્ઞાનિકોનું આ અવૈજ્વઞાનિકોને શેષો મામલે માનવુ છે કે, આ હાડકાઓ સોરોપોડ ડાયનોસોરનાં છે. સોરોપોડ ડાયનોસોર શાકાહારી ટાઇપનાં ડાયનાસોર હતા અને તેમની ગર્દન અને પૂંછડી ઘણી લાંબી હતી. આ ડાયનોસોર જુરાસિક કાળનાં અંતિમ વર્ષોમાં મળી આવતા હતા. તેઓ પૃથ્વી પર જોવા મળતા સૌથી મોટા પ્રાણીઓમાંના એક હતા. આ ડાયનાસોરનું વજન અંદાજે 40થી 50 ટન હોવાનું કેહવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.