Not Set/ યોગગુરુ રામદેવને બીએસએફ તરફથી મળ્યો ઝટકો, યોગનો કરાર કરાયો રદ્દ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શરુ થયાની સાથે બાબા રામદેવની પતંજલિ બેનર હેઠળ જ બીએસએફનુ યોગ શિબિર ચાલતી હતી, પરંતુ છેલ્લા બે વર્ષોથી ટ્રેનિંગની દિશા પતંજલિથી ઈશા ફાઉન્ડેશન તરફ વળી છે. હવે સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવે સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના જવાનોના કેમ્પમાં એવી દસ્તક આપી કે બાબા રામદેવની પતંજલિએ બહાર થવુ પડ્યુ છે.  બીએસએફે હવે પતંજલિ સાથે જુનો સંબંધ […]

India Trending
images 37 યોગગુરુ રામદેવને બીએસએફ તરફથી મળ્યો ઝટકો, યોગનો કરાર કરાયો રદ્દ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ શરુ થયાની સાથે બાબા રામદેવની પતંજલિ બેનર હેઠળ જ બીએસએફનુ યોગ શિબિર ચાલતી હતી, પરંતુ છેલ્લા બે વર્ષોથી ટ્રેનિંગની દિશા પતંજલિથી ઈશા ફાઉન્ડેશન તરફ વળી છે. હવે સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવે સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના જવાનોના કેમ્પમાં એવી દસ્તક આપી કે બાબા રામદેવની પતંજલિએ બહાર થવુ પડ્યુ છે.

 બીએસએફે હવે પતંજલિ સાથે જુનો સંબંધ તોડી જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન સાથે કરાર કરી લીધો. ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જગ્ગી વાસુદેવ પોતે સિયાચીનના બેઝ કેમ્પમાં જવાનોને ટ્રેનિંગ આપતા નજરે પડ્યા. તેમજ બીજીબાજુ બીએસએફનુ કહેવુ છે કે, માત્ર એક વ્યક્તિ કે સંસ્થા પાસે ટ્રેનિંગ લેવાની કોઈ શરત નહતી, એવામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે બાબા રામદેવની પતંજલિ સાથે બીએસએફે કરાર તોડી દીધો છે. બે વર્ષ પહેલા બાબા રામદેવે પતંજલિ યોગપીઠમાં બીએસએફના જવાનોને યોગની ટ્રેનિંગ આપવાની શરુ કરી છે. ધીમે ધીમે બીએસએફના જવાનોની પીટી યોગમાં ફેરવાઈ ગઈ.

૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે આયુષ મંત્રાલયે રામદેવ તરફથી પ્રશિક્ષિત બીએસએફની ટીમને સૌથી સારો સમૂહ જાહેર કરી હતી. ધીમે ધીમે બાબા રામદેવે બીએસએફમાં વધુ પકડ મજબુત કરી, પ્રરિણામ એ રહ્યુ કે ૨૦૧૭માં તે દિલ્હી સ્થિત બીએસએફ મુખ્યાલયમાં પતંજલિ સ્ટોર ખોલવામાં સફળ રહ્યા.