Not Set/ સંભવિત ભાવિ વનરક્ષકો કોરોના થી ડરી ગયા ! ,પરીક્ષાકેન્દ્ર પહોંચવાના બદલે 72 ટકા પરીક્ષાર્થીઓ રહ્યા ઘેરહાજર

કોરોના કાળમાં ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે તે જેનાથી આપણે આ અચરજમાં મૂકાઈ જતાં હોઈએ છીએ.મનુષ્યમાં કોરોના ઉપરાંત વર્તમાન સમયમાં વન્ય જીવોની રક્ષા એ પણ પ્રશ્ન બની ગયો છે.

Gujarat Trending
empty examination centre 1 સંભવિત ભાવિ વનરક્ષકો કોરોના થી ડરી ગયા ! ,પરીક્ષાકેન્દ્ર પહોંચવાના બદલે 72 ટકા પરીક્ષાર્થીઓ રહ્યા ઘેરહાજર

(પ્રતિકાત્મક તસવીર)

કોરોના કાળમાં ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે તે જેનાથી આપણે આ અચરજમાં મૂકાઈ જતાં હોઈએ છીએ.મનુષ્યમાં કોરોના ઉપરાંત વર્તમાન સમયમાં વન્ય જીવોની રક્ષા એ પણ પ્રશ્ન બની ગયો છે. જંગલી પશુઓ તેમજ જંગલની રક્ષા કરવાની જવાબદારી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની હોય છે. સામાન્ય રીતે આપણા મગજના એવી છાપ હોય છે કે વન્ય જીવોની રક્ષા કરનારા અધિકારીઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત હોય છે. તેમજ ઘણી બધી પરીક્ષાઓમાંથી પસાર થઈને તેઓ આ સ્ટેટસ પર પહોંચતા હોય છે.પરંતુ કોરોનાના કારણે જંગલની રક્ષા કરનાર અધિકારીઓ માટેની પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓ કોરોનાથી ડરી ગયા હોય તેવું જોવા મળ્યું હતું.રવિવારે લેવાયેલી RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)ની 51 જગ્યાઓ માટે લેવાયેલી પ્રિલિમ્સ પરીક્ષામાં રાજકોટમાં કુલ 12365માંથી 8891 એટલે કે 72 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા મોટાભાગના સેન્ટર્સ ખાલી જોવા મળ્યા હતા.

કોરોનાના ભયને લીધે પણ અનેક ઉમેદવારો ગેરહાજર

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અગાઉ આ પરીક્ષા એપ્રિલમાં લેવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે મોકૂફ રહી હતી. તેથી અનેક વિદ્યાર્થીઓએ એવું વિચારીને તૈયારીઓ છોડી દીધી હતી કે કોરોનાને લીધે હમણા પરીક્ષા નહીં લેવાય.એવામાં કેસ ઘટતા જીપીએસસીએ પરીક્ષા જાહેર કરી દેતા અનેક વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી કરી શક્યા ન હતા. આ ઉપરાંત એકસાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થવાને કારણે કોરોનાના ભયને લીધે પણ અનેક ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.બીજી તરફ આરએફઓની રવિવારે જ લેવાયેલી પરીક્ષામાં રાજકોટ કેન્દ્રમાં 72 ટકા ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા જે ચિંતાનો વિષય છે. ગામડામાં રહેતા નોકરી વાંચ્છુકો માટે યોગ્ય દિશા નિર્દેશ જરૂરી છે.એવું અધિકારી આલમમાં ચર્ચાઈ રહ્યું હતું.

અર્થ વ્યવસ્થા અને પર્યાવરણના પ્રશ્નો અઘરા પૂછાયા

આ પરીક્ષા આપનાર કેટલાક પરીક્ષાર્થીઓના જણાવ્યા પ્રમાણેઆરએફઓના પેપરમાં સવારના સેશનમાં સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસના પ્રશ્નો અઘરા પૂછાયા હતા. આ પ્રશ્નોમાં ઇતિહાસ અને વારસામાં જે ઊંડી સમજ અને જ્ઞાન ધરાવતા હોય તે લોકો જ જવાબ આપી શકે તેમ હતા. જ્યારે બપોરના સેશનના પેપરમાં અર્થ વ્યવસ્થા અને પર્યાવરણના પ્રશ્નો અઘરા પૂછાયા હતા. જ્યારે કરન્ટ અફેર્સ સરળ રહ્યું હતું. એકંદરે આ પેપરમાં ક્લાસ-2 અધિકારી બનવા માટે પૂર્વ તૈયારી રૂપે ઉમેદવારને કોઈ પણ મુદ્દાની ઊંડી સમજણ હોય તે માગે તેવું હતું.એવું સામાન્ય તારણ સામે આવ્યુ છે.

sago str 10 સંભવિત ભાવિ વનરક્ષકો કોરોના થી ડરી ગયા ! ,પરીક્ષાકેન્દ્ર પહોંચવાના બદલે 72 ટકા પરીક્ષાર્થીઓ રહ્યા ઘેરહાજર