Not Set/ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આતંકી હુમલાનો ખતરો, દેશમાં તંત્ર એલર્ટ મોડ પર

ગાંધીનગર, પુલવામાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીતના સ્થળે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.આઇબીની માહિતી બાદ ગુજરાત પોલીસ સતર્ક થઇ ગઇ છે.ધાર્મિક સ્થળો રેલવે મથક સિનેમાધરો જેવા ભીડભાડવાળા વિસ્તારમાં સુરક્ષા સઘન કરી છે. દેશની ગુપ્તચર એજન્સી IB એ ચેતવણી જાહેર કરી છે કે ગુજરાતમાં કેવડિયા ખાતે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીને બે આતંકી મલ્ટીપલ […]

Top Stories Gujarat
rre 2 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આતંકી હુમલાનો ખતરો, દેશમાં તંત્ર એલર્ટ મોડ પર

ગાંધીનગર,

પુલવામાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીતના સ્થળે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.આઇબીની માહિતી બાદ ગુજરાત પોલીસ સતર્ક થઇ ગઇ છે.ધાર્મિક સ્થળો રેલવે મથક સિનેમાધરો જેવા ભીડભાડવાળા વિસ્તારમાં સુરક્ષા સઘન કરી છે.

દેશની ગુપ્તચર એજન્સી IB એ ચેતવણી જાહેર કરી છે કે ગુજરાતમાં કેવડિયા ખાતે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીને બે આતંકી મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરાવી ઉડાવી દે તેવી દહેશત છે. તેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.

પુલવામામાં આંતકી હુમલાના પગલે સમગ્ર દેશ સહિત ગુજરાતને ખાસ એલર્ટ અપાયું છે. સરદાર પટેલની પ્રતિમાને ઉડાવાનો આંતકીઓનો પ્લાન છે. એલર્ટના પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં કરાયો વધારો કરાયો છે.

ઉલ્લેખનિય છે કે દિલ્હી પોલીસે પણ માહિતી આપી હતી કે દેશના મુખ્ય શહેરોમાં આતંકી હુમલો થવાની શક્યતાઓ જણાવાય રહી છે.જમ્મુ કાશ્મીર બાદ દિલ્હી અને યુપીમાં હુમલાઓ થઇ શકે છે.

આતંકીઓ યુપીમાંથી હથીયારોની ખરીદી કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા યુપીમાંથી હથીયાર ખરીદી કાશ્મીર જઇ રહેલા શખ્સોને દિલ્હીથી ઝડપાયા હતા. ઝડપાયેલા શખ્સોએ પુછપરછ દરમિયાન જણાવ્યુ હતુ કે અમરોહીમાંથી હથીયાર ખરીદી કાશ્મીર લઇ જવાના હતા.

મહત્વનુ છે કે કાશ્મીર પોલીસને 8 ફેબ્રૂઆરીએ આતંકી હુમલાનું એલર્ટ મળ્યુ હતુ જેની માહિતી આઇટીબીપી, બીએસએફ, એસએસબી અને સીઆરપીએફને આપવામાં આવી હતી.