Not Set/ મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ કોરોનાનું ગ્રહણ, પ્રોજેકટમાં વધુ વિલંબ થવાની શકયતાઓ

મુંબઇ અને અમદાવાદ મહાનગર માટે અનેકરીતે લાભદાયી પુરવાર થઇ શકે એવો બુલેટરેલ પ્રોજેક્ટ હવે નિર્ધારિત આયોજન કરતાં વધુ વિલંબમાં પડે એવી શક્યતા છે.

Top Stories India
A 343 મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ કોરોનાનું ગ્રહણ, પ્રોજેકટમાં વધુ વિલંબ થવાની શકયતાઓ

મુંબઇ અને અમદાવાદ મહાનગર માટે અનેકરીતે લાભદાયી પુરવાર થઇ શકે એવો બુલેટરેલ પ્રોજેક્ટ હવે નિર્ધારિત આયોજન કરતાં વધુ વિલંબમાં પડે એવી શક્યતા છે. મુંબઇ – અમદાવાદ બુલેટટ્રેન પ્રોજેક્ટને કોરોનાનું ગ્રહણ લાગતાં આ પ્રોજેક્ટ વિલંબમાં પડવાની સંભાવના પ્રબળ બની છે.

મહારાષ્ટ્રમાં મુંબઇ અને ગુજરાતમાં અમદાવાદ બંન્ને મહાનગર આર્થિક નગરી તરીકે આગળ વધી રહ્યાં છે. આર્થિક નગરી તરીકે વધુ ને વધુ વેપાર-ધંધા અને ઉદ્યોગોને આકર્ષવા મુંબઇ – અમદાવાદ બુલેટટ્રેન પ્રોજેક્ટ અમલી બનાવવાનો નિર્ણય બંન્ને રાજ્યસરકારના સહકારથી કેન્દ્રસરકારે કર્યો છે. જો કે ગતવર્ષથી શરૂ થયેલાં કોરોનાગ્રહણ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યમાં ખેડૂતોની જમીનસંપાદન મુદ્દે હજી વિવાદ હોવાના મુદ્દે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ નિશ્ચિત માનવામાં આવે છે.

આ પણ વાંચો :360 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી મુંબઈ દુબઈની ફ્લાઈટમાં માત્ર 1 મુસાફર, આવો રહ્યો અનુભવ

આગામી વર્ષ-2022 સુધી લોકસભાની ચૂંટણી અગાઉ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા કેન્દ્રસરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં સરકાર દ્વારા આપવામાં આવતી રકમ લઇને જમીન સંપાદન કરવા અનેક ખેડૂતોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. ગુજરાત સરકાર જ નહીં મહારાષ્ટ્ર સરકાર પણ આજે આ મુદ્દે હજી દ્વિધામાં છે. દરમિયાન ગુજરાતના પ્રયાસ ચાલુ જ છે.પરંતુ ખેડૂતોએ મસમોટી રકમની માગ કરતાં પ્રોજેક્ટનું કાર્ય આજે હજી પણ ઠપ્પ છે.

આ પણ વાંચો :પેટ્રોલ બાદ ડીઝલનો ભાવ પણ 100 પાર જવા તૈયાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

હાલ કોરોના અને સાથે-સાથે ચોમાસાના આગમન પગલે પણ પ્રોજેક્ટ આગળ વધી શકશે નહીં. પરિણામે કેન્દ્ર અને રાજ્યના અથાક પ્રયાસ છતાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થઇ શકે છે. કેન્દ્ર સરકારે વર્ષ- 2022માં પ્રોજેક્ટ પૂર્ણ કરવા આયોજન કર્યું હતું. પરંતુ આજની સ્થિતિએ કોરોના ઉપરાંત કેટલાક ખેડૂતોનો પણ જમીન વસૂલાત અઁગે વિરોધ થતાં હવે આ પ્રોજેક્ટ 2023માં પૂર્ણ થવાની સંભાવના છે. હવે ક્યારે પ્રોજેક્ટકાર્ય ક્યારે શરૂ થશે.તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો :ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભાવનગરના અસરગ્રસ્તોની મુલાકાત લેશે

kalmukho str 24 મુંબઈ - અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ કોરોનાનું ગ્રહણ, પ્રોજેકટમાં વધુ વિલંબ થવાની શકયતાઓ