કર્ણાટક ચૂંટણી-મોદી-યોગી/ કર્ણાટક ચૂંટણી જીતવા ભાજપનું ટ્રમ્પ કાર્ડ પીએમ મોદી અને યોગી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સંમેલનમાં ભાગ લેવા માટે 4 મેના રોજ કર્ણાટકના ઉડુપીની મુલાકાત લે તેવી શક્યતા છે, એમ પાર્ટીના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું. વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવવાની સંભાવના છે.

Top Stories India
PM Modi Yogi કર્ણાટક ચૂંટણી જીતવા ભાજપનું ટ્રમ્પ કાર્ડ પીએમ મોદી અને યોગી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના Karnataka Election-Modi-Yogi કાર્યકર્તાઓના સંમેલનમાં ભાગ લેવા માટે 4 મેના રોજ કર્ણાટકના ઉડુપીની મુલાકાત લે તેવી શક્યતા છે, એમ પાર્ટીના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું. વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવવાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર PM મોદીની મુલાકાત માટે શહેરમાં એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર થયા પછી ભાજપમાં અસંતોષે માઝા મૂકી છે Karnataka Election-Modi-Yogi અને એક પછી એક ટોચના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે ત્યારે આ ચૂંટણીરૂપી વૈતરણી જીતવા માટે ભાજપ માટે હવે પીએમ મોદી જ એકમાત્ર ટ્રમ્પ કાર્ડ છે. તેમની સાથે યેદિયુરપ્પા હશે. તેથી આગામી સમયમાં ભાજપ ચૂંટણીમાં પીએમ મોદીની સભાઓનું કાર્પેટ બોમ્બિંગ કરશે તો પણ નવાઈ નહી લાગે.

આમ પણ વિકાસ કાર્યક્રમોને લઈને પીએમ મોદીએ જબરજસ્ત લોકપ્રિયતા મેળવી છે. Karnataka Election-Modi-Yogi તેની સાથે જ્ઞાતિગત સમીકરણોને યોગ્ય રીતે બેસાડીની તેની જોડે યુવાનોને વધુને વધુ ટિકિટ આપીને ભાજપ  તેની ચૂંટણી મશીનરીને ચેતનવંતી રાખવા માંગે છે. તેમા પીએમ મોદીની સાથે યોગી પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. યોગી હવે ફક્ત ઉત્તરપ્રદેશના જ આગેવાન છે તેવું નથી. તેમની લોકપ્રિયતા રાજ્યના સીમાડાઓની બહાર પણ વિસ્તરી છે. કર્ણાટક જેવા રાજ્યમાં પણ કટ્ટર હિંદુ મતદારો ફાયરબ્રાન્ડ યોગીને પસંદ કરે છે.

વડા પ્રધાનની કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લા ઉડુપીની મુલાકાત ચૂંટણી પહેલા મહત્ત્વપૂર્ણ છે. ઉડુપી ચિકમાગલુરુ લોકસભા બેઠકમાં આઠ વિધાનસભા બેઠકો છે, ઉડુપીમાં ચાર અને ચિકમાગલુરુમાં પાંચ બેઠકો છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આઠમાંથી સાત બેઠકો જીતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા ઓછામાં ઓછી 15-20 રેલીઓને સંબોધિત કરે તેવી અપેક્ષા છે. Karnataka Election-Modi-Yogi ભાજપના એક નેતાએ ANIને કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે PM મોદી 10 મેના મતદાન પહેલા કર્ણાટકમાં 15-20 રેલીઓ કરશે.”

દરિયાકાંઠાના જિલ્લામાં હિંદુ વોટ બેંકને મજબૂત કરવા માટે ભાજપ યોગી આદિત્યનાથ પર આધાર રાખે છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં આદિત્યનાથે દક્ષિણના રાજ્યમાં પ્રચાર કર્યો હતો. ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં બીજેપીને સતત બીજી જીત તરફ દોરી ગયા પછી, તેઓ રાજ્યની ચૂંટણીઓમાં ભગવા પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કાની ચૂંટણી છે. મતગણતરી 13 મેના રોજ થશે.

 

આ પણ વાંચોઃ કોરોનાના કેસ વધ્યા/ કોરોનાના કેસોમાં વધારોઃ દૈનિક ધોરણે કેસ દસ હજારથી નીચે

આ પણ વાંચોઃ હેલ્થ અપડેટ/ આઝમ ખાનની તબિયત બગડી, દિલ્હીની આ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચોઃ ભટિંડા મિલિટરી સ્ટેશન/ ભટિંડા ગોળીબાર કાંડનો કેસ ઉકેલાયોઃ સાથી જવાનની ધરપકડ