Surat News: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવા વર્ષની શુભકામના પાઠવી છે. સાથે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જીતનો દાવો કરવામાં આવ્યો છે. પાટીલે તમામ 26 સીટો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સી. આર. પાટીલે જણાવ્યું કે, નવું વર્ષ એક નવી આશા સાથે, નવા ઉમંગ સાથે, નવી ઇચ્છાપૂર્તિના એક સંકલ્પ સાથે આપણે આગળ વધતાં હોઇએ છે. નવું વર્ષ આપણને દિવાળીના દીપના પ્રકાશમાં આપણને અંધકારમાંથી પણ બહાર લાવે છે.
સી આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક નવી આશાઓ નવી ઈચ્છાઓ નવા સંકલ્પ સાથે આ તહેવાર નિમિત્તે આપણે સૌ આગળ વધતા હોય છે. દિવાળીનો પર્વ આપણે સૌ લોકોને અંધકારમાંથી બહાર લાવે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું કે,
આપણા જીવનમાં પ્રકાશ પાથરતો હોય છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને, શુભેચ્છક મિત્રોને, સૌ આગેવાનોને વિનંતી કરુ છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે ગુજરાતની 26 સીટો, જે પહેલા પણ બે વાર આપ સૌ જીત્યા છો, ત્રીજી વાર પણ ગુજરાતના સૌ મતદાતા ભાઇ-બહેનોના સહકાર અને આશીર્વાદ સાથે 26-26 બેઠકો જીતીને હેટ્રિક કરવાની છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. સી.આર.પાટીલે કહ્યું કે, દિવાળીના દિવા આપણને અંધકારમાંથી બહાર લાવે છે. તેમણે કહ્યું કે, આપ સૌના માધ્યમથી સૌને શુભેચ્છા પાઠવું છું, નવા વર્ષ નવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. આ વખતે આપણે લોકસભાની 26 સીટ જીતવાની છે. આ સાથે તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે આ વખતે ગુજરાતીઓ ફરી મોદીજી પર વિશ્વાસ મુકશે.
આ પણ વાંચો:પાકિસ્તાની જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત, અટારી વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો
આ પણ વાંચો:દિવાળી વેકેશનમાં સહેલાણીઓની પહેલી પસંદ ધારી સફારીપાર્ક
આ પણ વાંચો:બાબરામાં કાળી ચૌદશે મોટું પાપ, માનતા પૂર્ણ કરવા બે પશુઓની બલી ચઢાવાઈ
આ પણ વાંચો:પાણીગેટના PIને આવ્યો હાર્ટ એટેક,એન્જિયો પ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી