અમદાવાદ/ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની સરપ્રાઇઝ વિઝીટથી હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. અણછાજતા વહીવટની દર્દીઓએ મનસુખ માંડવિયાને ફરિયાદ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!

કેન્દદરિય આરોગ્ય મંત્રી પોતાની અમદાવાદ મુલાકાતે આવ્યા છે. જ્યાં તેમણે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. અને દર્દીઓને મળ્યા હતા. જો કે મનસુખ માંડવિયાની આ મુલાકાત થોડી નિરાશાજનક રહી હતી. આ મુલાકાત દરમિયાન દર્દીઓએ પોતાને થતી અગવડો અને પરેશાનીઓ તેમને જણાવી હતી. સરપ્રાઈઝ મુલાકાતને કારણે હોસ્પિટલ સત્તાધિસોને પણ કોઈ આગમચેતી વ્યવસ્થા કરવાનો સમય મળ્યો ના હતો.

નોંધનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની સરપ્રાઇઝ વિઝીટથી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. અણછાજતા વહીવટની દર્દીઓએ મનસુખ માંડવિયાને ફરિયાદ કરી હતી. દર્દીઓની ફરિયાદથી મનસુખ માંડવિયા હોસ્પિટલ સામે નારાજ જોવા મળ્યા હતા.

તો વધુમાં દર્દીઓએ ઓપરેશન માટે લાંબા સમયગાળા સુધી જોવી પડતી રાહ અંગે પણ ફરિયાદ કરી હતી. સાથે નિરાશા સાથે જણાવ્યું હતું કે, પરિચયવાળા દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. અને જરૂરિયાતવાળ ગરીબ દર્દીઓને હેરાન થવું પડે છે.  યુ.એન. મહેતાના રેઢીયાળ વહીવટથી દર્દીઓ પરેશાન છે. અને દર્દીઓની વ્યથાથી સત્તાધીશો સામે માંડવિયા નારાજ જોવા મળ્યા હતા.

ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને પહેલો ડોઝ

પ્રી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગતના એક આયોજનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાત અને દેશમાં વેક્સિનેશનની વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 94 ટકાથી વધુ લોકોને પહેલો ડોઝ આપી દેવાયો છે. જે કોરોના મહામારી સામે નાગરિકોને રક્ષણ પૂરુ પાડવા મહત્વની ભૂમિકા ભજવે છે. તેવી રીતે સમગ્ર દેશમાં 87 ટકા લોકોને પ્રથમ અને 57 ટકા લોકોને બંને ડોઝ અપાયા છે. આ સાથે કુલ 137 કરોડ ડોઝ સમગ્ર દેશમાં લગાવાયા છે.દરેક જિલ્લા મથક પર તેમજ રાજ્ય કક્ષાએ દવાઓનો બફર સ્ટોક પહેલેથી જ રહે તેના માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આર્થિક સહયોગ આપી રહ્યુ છે. વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં થાય તે માટે હર ઘર દસ્તક અભિયાન પણ શરુ કરવામાં આવ્યો છે.


પાકિસ્તાન / કરાચીમાં મોટો વિસ્ફોટ, 12 લોકોના મોત, 13 ઘાયલ