Not Set/ કાશ્મીરમાં પોલિસકર્મીઓના પરિવારોના 8 સભ્યોનું આતંકીઓ દ્રારા અપહરણ

જમ્મુ-કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ તેમના મીશનને પાર પાડવા માટે હવે હદ વટાવવા લાગ્યા છે. આતંકીઓએ પહેલાં નાગરિકો અને આર્મીને નિશાના પર લીધા બાદ હવે પોલીસકર્મીઓના પરિવારના સભ્યોને ટાર્ગેટમાં લીધા છે. શુક્રવારે ત્રાસવાદીઓએ પોલિસકર્મીઓના પરિવારના ઓછામાં ઓછા આઠ લોકોના અપહરણ કર્યા છે. ત્રાસવાદીઓએ કીડનેપ કરેલાં આ આઠ લોકોમાં પોલીસકર્મીઓના પુત્રો અને ભાઇઓ સહિતના લોકોના અપહરણ […]

Top Stories
kashmir police 1 કાશ્મીરમાં પોલિસકર્મીઓના પરિવારોના 8 સભ્યોનું આતંકીઓ દ્રારા અપહરણ

જમ્મુ-કાશ્મીર,

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ તેમના મીશનને પાર પાડવા માટે હવે હદ વટાવવા લાગ્યા છે. આતંકીઓએ પહેલાં નાગરિકો અને આર્મીને નિશાના પર લીધા બાદ હવે પોલીસકર્મીઓના પરિવારના સભ્યોને ટાર્ગેટમાં લીધા છે. શુક્રવારે ત્રાસવાદીઓએ પોલિસકર્મીઓના પરિવારના ઓછામાં ઓછા આઠ લોકોના અપહરણ કર્યા છે. ત્રાસવાદીઓએ કીડનેપ કરેલાં આ આઠ લોકોમાં પોલીસકર્મીઓના પુત્રો અને ભાઇઓ સહિતના લોકોના અપહરણ કરવામાં આવ્યા હતા. પોલીસે તેમના પરિવારના સભ્યોને શોધવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

જો કે જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી હજુ સુધી કોઇ અધિકૃત નિવેદન કરવામાં નથી આવ્યું.આ ઘટનાની જાણકારી રાખનાર અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ શોપિયાં,કુલગામ,અનંતનાગ અને અવંતિપોરા જીલ્લાઓમાંથી પોલિસકર્મીના પરિવારોને કીડનેપ કરવામાં આવ્યાં છે.આ ઘટનામાં ગાંદરબલ જીલ્લામાં એક પોલિસકર્મીના પરિવારને આતંકીઓએ ઢોર માર મારીને છોડી મુક્યા છે.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં બે દિવસમાં બનેલી ઘટનાઓ પછી આ આતંકીઓની ઉગ્ર પ્રતિક્રિયા સામે આવી છે.કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ એવા આતંકી અહેમદ કચરૂને ઠાર મરાયા પછી ગુરૂવારે વોન્ટેડ આતંકવાદી સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ અહેમદ શકીલની એનઆઇએ દ્રારા તેના ઘરેથી  ધરપકડ કરવામાં આવી છે.સૈયાદ અહમદ શકીલ પર આરોપ છે કે તે બીઝનેસ કરવાની આડમાં ટેરર ફંડીગ કરે છે..

જોકે, પોલીસ જણાવ્યું હતું કે ક્ષણ કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે અને જણાવ્યું હતું કે તેઓ અહેવાલો અપહરણ કરવામાં આવ્યું હતું.