Not Set/ દિવાળી સ્પેશિયલ : પાંચ દિવસના તહેવારનો મહિમા … અહીં જાણો

દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓ વાતાવરણ છવાઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે ધનતેરસ આ દિવસે ચિકિત્સક ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરે છે. પુરાણોમાં કથા છે કે સમુદ્ર મંથનના સમયે ધન્વંતરી સફેદ અમૃત કળશ લઈને અવતરિત થયા હતા. ધનતેરસના સાંજે યમરાજ […]

Top Stories India
dc Cover 75cnidt51cr7f197rrrulf5ll2 20161024230348.Medi દિવાળી સ્પેશિયલ : પાંચ દિવસના તહેવારનો મહિમા ... અહીં જાણો

દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓ વાતાવરણ છવાઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે

ધનતેરસ

dhanvantari 1447053136 835x547 e1541243848222 દિવાળી સ્પેશિયલ : પાંચ દિવસના તહેવારનો મહિમા ... અહીં જાણો
mantavyanews.com

આ દિવસે ચિકિત્સક ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરે છે. પુરાણોમાં કથા છે કે સમુદ્ર મંથનના સમયે ધન્વંતરી સફેદ અમૃત કળશ લઈને અવતરિત થયા હતા. ધનતેરસના સાંજે યમરાજ માટે દીપદાન કરવુ જોઈએ. જેનાથી અકાળ મૃત્યુનો નાશ થાય છે. લોકો ધનતેરસના રોજ નવા વાસણો પણ ખરીદે છે અને ધનની પૂજા પણ કરે છે.

કાળી ચૌદસ

hanumanstory 647 042216105140 દિવાળી સ્પેશિયલ : પાંચ દિવસના તહેવારનો મહિમા ... અહીં જાણો
mantavyanews.com

આને નરક ચતુર્દશી કે રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે નરકથી ભયભીત થનારા મનુષ્યોએ ચંદ્રોદયના સમયે સ્નાન કરવુ જોઈએ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. જે કાળી ચૌદસની વહેલી સવારે તેલ માલિશ કરી સ્નાન કરે છે અને રૂપ નિખારે છે તેને યમલોકના દર્શન નથી કરવા પડતા. નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા જોઈએ.  આ દિવસે હનુમાનજી તેમજ ઘંટાકર્ણ મહાવીરના મંદિરોમાં હવનનું આયોજન કરવામાં આવે છે, અને તેમની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત તાંત્રિક વિધિ અને સાધના કરનારા લોકો તાંત્રિક વિધિઓ કરતા હોય છે.

દિવાળી

Diwali blog image 2017 e1541244290404 દિવાળી સ્પેશિયલ : પાંચ દિવસના તહેવારનો મહિમા ... અહીં જાણો
mantavyanews.com

આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સાથે જ કુબેરની પૂજા પણ કરવામાં આવે છે. શુભ મુર્હુતમાં લક્ષ્મીજીનો ફોટો, સિક્કો અથવા શ્રીયંત્ર,ધાણી, પતાશા, દીપક, પુતલી, શેરડી, કમળનું ફૂલ, મોસમી ફળ વગેરે પૂજનની સામગ્રી ખરીદવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીને નૈવેધ હેતુ પકવાન બનાવવામાં આવે છે. શુભ મુર્હુત ગોધૂલિ બેલા અથવા સિંહ લગ્નમાં લક્ષ્મીના વૈદિક કે પૌરાણિક મંત્રોથી પૂજા કરવામાં આવે છે.

દીવાળી-પડવા 

image003 e1541244409120 દિવાળી સ્પેશિયલ : પાંચ દિવસના તહેવારનો મહિમા ... અહીં જાણો
mantavyanews.com

આને ગોવર્ધન પૂજા કે અન્નકૂટ મહોત્સવના રૂપમાં ઓળખવામાં આવે છે. આજના દિવસે ગાય-વાછરડાં અને બળદની પૂજા કરવામાં આવે છે. ગાય વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટીએ નવા વર્ષની શરૂઆત થાય છે. લોકો એકબીજાને મીઠુ ‘સબરસ’ના રૂપમાં આપે છે. જેનો મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની શુભેચ્છા પાઠવે છે.

ભાઈબીજ 

bhai dooj fest 678x381 e1541244600754 દિવાળી સ્પેશિયલ : પાંચ દિવસના તહેવારનો મહિમા ... અહીં જાણો
mantavyanews.com

આ દિવસે વહેલી સવારે ઉઠીન ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. યમુના કિનારે રહેનારા લોકોએ યમુનામાં સ્નાન કરવુ જોઈએ. આજના દિવસે યમુનાએ યમને પોતાના ઘરે ભોજન કરવા બોલાવ્યા હતા, તેથી તેને યમદ્વિતીયા કહેવાય છે. આ દિવસે ભાઈઓએ ઘરે ભોજન ન કરવુ જોઈએ. તેમણે પોતાની બહેન, કાકા કે માસીની પુત્રી, મિત્રની બહેનને ત્યા પ્રેમથી ભોજન કરવુ જોઈએ. આનાથી કલ્યાણ થાય છે.