Not Set/ રાજ્યમાં 4 મહાનગરોમાં રાત્રી કર્ફયુ લંબાવાયો, જાણો નવી તારીખ

ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
h3 3 રાજ્યમાં 4 મહાનગરોમાં રાત્રી કર્ફયુ લંબાવાયો, જાણો નવી તારીખ

15 એપ્રિલ સુધી રાત્રી કર્ફયુ લંબાવાયો

રાત્રે 9 થી સવારે 6 સુધીનો સમય યથાવત

ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.30 એપ્રિલ-2021  સુધી લંબાવવામાં આવ્યો છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ  પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19  સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે

આ ઉપરાંત, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તા.15 એપ્રિલ-2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દૈનિક કેસનો આંક છેલ્લા કેટલાય દિવસથી 2000 ઉપર નવા કેસ સામે આવી રહ્યાછે. અને રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૩ લાખને પર પહોચી ચુકી છે.