Not Set/ સાધ્વી પ્રાચીએ ભરી હુંકાર, કહ્યું, “૬ ડિસેમ્બરે શિલાન્યાસ થશે અને રામજીનું મંદિર ધામધૂમથી જ બનશે”

નવી દિલ્હી, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે રામ મંદિરના નિર્માણ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા કાયદો બનાવવા માટેની માંગ વધતી રહી છે, આ વચ્ચે ધાર્મિક ઉપદેશક એવા સાધ્વી પ્રાચીએ આ મુદ્દે ગર્જના કરી છે. રાજધાની દિલ્હીના તાલટકોરા સ્ટેડિયમ ખાતે આયોજિત અખિલ […]

Top Stories India Trending
sadhvi prachi સાધ્વી પ્રાચીએ ભરી હુંકાર, કહ્યું, "૬ ડિસેમ્બરે શિલાન્યાસ થશે અને રામજીનું મંદિર ધામધૂમથી જ બનશે"

નવી દિલ્હી,

૨૦૧૯ની લોકસભા ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે રામ મંદિરના નિર્માણ મુદ્દે રાજકીય પાર્ટીઓ વચ્ચે પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા કાયદો બનાવવા માટેની માંગ વધતી રહી છે, આ વચ્ચે ધાર્મિક ઉપદેશક એવા સાધ્વી પ્રાચીએ આ મુદ્દે ગર્જના કરી છે.

રાજધાની દિલ્હીના તાલટકોરા સ્ટેડિયમ ખાતે આયોજિત અખિલ ભારતીય સંત સમિતિમાં પોતાના સંબોધનમાં સાધ્વી પ્રાચીએ રામ મંદિરના નિર્માણ મુદ્દે કહ્યું હતું કે, “રામજીનું મંદિર ધામધૂમથી જ બનશે. ૬ ડિસેમ્બરના રોજ અમારે આ મંદિરના નિર્માણનો શિલાન્યાસ કરવાનો છે”.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “અયોધ્યાની અંદર હિન્દુસ્તાનના હિંદુઓને બોલાવો અને રામ મંદિરની ઘોષણા કરો. કોઈની જરૂરત નથી, રામ મંદિર બની જ જશે”.

રકાર બનાવી શકે છે કાયદો : પૂર્વ જસ્ટિસ ચેલમેશ્વર

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ચેલમેશ્વરે શુક્રવારે કહ્યું હતું કે, “દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલો લંબિત હોવાના કારણે સરકારર રામ મંદિરના નિર્માણ માટે કાયદો બનાવી શકે છે”.

પૂર્વ જસ્ટિસ ચેલમેશ્વરની લઇ ટિપ્પણી એ સમયે આવી છે જયારે આ મંદિરના નિર્માણ માટેનો રસ્તો સ્પષ્ટ કરવા માટે સંઘ તેમજ વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા કાયદો બનાવવા માટેની માંગ વધતી રહી છે.