Not Set/ વાંકાનેર: અસ્થિર મગજની કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ

વાંકાનેર, વાંકાનેર તાલુકા પંથકમાં અસ્થિર મગજની કિશોરી પર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી દેવાની ઘટનાથી લોકોમાં ચકચાર મચી ગઈ છે અને આ ગુનાના આરોપીને વાંકાનેર તાલુકા પી.એસ.આઈ ગોહિલ અને તેની ટીમે ઝડપી લીધો છે. આ બાબતે વિગતવાર વાત કરીએ તો વાંકાનેર તાલુકા પંથકના એક ગામમાં 14 વર્ષની અસ્થિર મગજની કિશોરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી […]

Top Stories Gujarat Others
maya 9 વાંકાનેર: અસ્થિર મગજની કિશોરી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ

વાંકાનેર,

વાંકાનેર તાલુકા પંથકમાં અસ્થિર મગજની કિશોરી પર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી દેવાની ઘટનાથી લોકોમાં ચકચાર મચી ગઈ છે અને આ ગુનાના આરોપીને વાંકાનેર તાલુકા પી.એસ.આઈ ગોહિલ અને તેની ટીમે ઝડપી લીધો છે.

આ બાબતે વિગતવાર વાત કરીએ તો વાંકાનેર તાલુકા પંથકના એક ગામમાં 14 વર્ષની અસ્થિર મગજની કિશોરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી દેવાતા સગીરાની તબિયત લથડી હતી. જેથી તેના પરિવારજનોએ તેને હોસ્પિટલમા ખસેડી હતી.

જણાવીએ કે ત્યાં ફરજ પરના ડોક્ટરે આ કિશોરીનું સગર્ભા અંગેનો ટેસ્ટીંગ કરતા સગીરાને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારજનોમા અને વાંકાનેર પંથકમાં હડકંપ મચી ગયો હતો અને આ અસ્થિર મગજની સગીરા ને ફસાવનાર સાગર રસિક ડાંગર વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આઇપીસી કલમ અને પોસ્કો એક્ટ ની કલમો મુજબ ગુનો નોંધી પોલીસે આરોપીને ગણતરીના સમયમાં જ ઝડપી લીધો છે.