Not Set/ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસની કાનૂની પ્રક્રિયા – અમિત ચાવડા

મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ, કોંગ્રેસ નેતા પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી ચુકેલા અલ્પેશ ઠાકોર મુદ્દે મંતવ્ય ન્યૂઝનાં ખાસ કાર્યક્રમ ‘ઓન ધ સ્પોટ’માં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે Exclusive વાતચીત કરી હતી. જેમાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યક્રમમાં ખાસ સંકેત આપ્યો હતો કે ગત સપ્તાહમાં જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુકયા છે પણ […]

Top Stories
અમિત ચાવડા વાતચીત અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસની કાનૂની પ્રક્રિયા - અમિત ચાવડા

મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ,

કોંગ્રેસ નેતા પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી ચુકેલા અલ્પેશ ઠાકોર મુદ્દે મંતવ્ય ન્યૂઝનાં ખાસ કાર્યક્રમ ‘ઓન ધ સ્પોટ’માં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે Exclusive વાતચીત કરી હતી. જેમાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યક્રમમાં ખાસ સંકેત આપ્યો હતો કે ગત સપ્તાહમાં જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુકયા છે પણ ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું નથી આપ્યું.

અલ્પેશ ઠાકોરને કારણે કોંગ્રેસ વારંવાર મુશ્કેલીમાં મુકાઇ  છે ત્યારે કોંગ્રેસને વારંવાર મુશ્કેલીમાં લાવનાર અલ્પેશ ઠાકોરની મુસીબત કોંગ્રેસ કઇ રીતે વધારી શકે છે? તે અંગે મંતવ્ય ન્યૂઝનાં ‘ઓન ધ સ્પોટ’ કાર્યક્રમમાં અમિત ચાવડાએ ખાસ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરનું હવે ધારાસભ્ય પદ પણ જઇ શકે છે. આ અંગે કોંગ્રેસ કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જેની જાણકારી અમિત ચાવડાએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ કાર્યક્રમ ઓન ધ સ્પોટમાં આપી હતી.