હુમલો/ જમ્મુના પહેલગામમાં અભિનેતા ઈમરાન હાશમી પર કોણે કર્યો પથ્થરમારો..

ઈમરાન હાશ્મી આ દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં છે, જ્યાં તેણે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે આ દરમિયા તાજેતરના અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે

Top Stories Trending Entertainment
5 33 જમ્મુના પહેલગામમાં અભિનેતા ઈમરાન હાશમી પર કોણે કર્યો પથ્થરમારો..

ઈમરાન હાશ્મી આ દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં છે, જ્યાં તેણે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ દરમિયા તાજેતરના અહેવાલો અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી અભિનેતા પહેલગામના બજારમાં ફરવા ગયો હતો. આ દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની માહિતી મળતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ્સનું માનીએ તો ઈમરાન હાશ્મીની ગ્રાઉન્ડ ઝીરોના શૂટિંગ દરમિયાન આવી કોઈ ઘટના બની નથી. પરંતુ, શૂટિંગ પૂરું થતાં જ કલાકારો સાથે ફિલ્મના મેકર્સ માર્કેટમાં ફરવા નીકળી પડ્યા હતા. ત્યારે ત્યાં હાજર કેટલાક અજાણ્યા લોકોએ અચાનક તેના પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જોકે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉપરાંત, પથ્થરમારો કરનારા બદમાશો વિરુદ્ધ કલમ 147, 148, 370, 336, 323 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન હાશ્મી છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં છે. જ્યાં તે પોતાની નવી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન તેજસ દેઓસ્કર કરી રહ્યા છે.  ફિલ્મમાં ઈમરાન હાશ્મી આર્મી ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. દર વખતની જેમ આ વખતે પણ કલાકારો આ ફિલ્મ દ્વારા તેમના ફેન્સ માટે કેટલાક મોટા સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે.

ભૂતકાળમાં, ફિલ્મમાં ઇમરાનની સામે મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રીને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચી ગઈ હતી. જે બાદ એવા સમાચાર આવ્યા હતા કે ઈમરાન હાશ્મીના આર્મી ડ્રામામાં સાઈ તામ્હંકરની એન્ટ્રી થઈ ગઈ છે. આ ફિલ્મમાં તે મહત્વના રોલમાં જોવા મળશે. એટલું જ નહીં, રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં ઝોયા હુસૈન પણ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સાઈ અને ઈમરાનની જબરદસ્ત કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ એન્ટરટેઈન કરશે.