Sports/ રિષભ પંતને મળી મોટી જવાબદારી, ઉત્તરાખંડ સરકારે રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા

ઋષભ પંતને ઉત્તરાખંડ સરકારે તેના સ્ટેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. એશિયા કપ 2022 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં રિષભ પંતની પણ પસંદગી કરવામાં આવી છે

Top Stories Sports
ઋષભ પંતને ઉત્તરાખંડ સરકારે તેના સ્ટેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. એશિયા કપ 2022 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં રિષભ પંતની પણ પસંદગી કરવામાં આવી છે

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને ઉત્તરાખંડ સરકારે પોતાના રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. આટલું જ નહીં પુષ્કર સિંહ ધામી ગુરુવારે નવી દિલ્હીમાં ઉત્તરાખંડ સદનમાં રિષભ પંતનું સન્માન કરવાના છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની એક સમયે ઉત્તરાખંડના સ્ટેટ બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે.

પુષ્કર સિંહ ધામીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, રાજ્ય સરકારે ઉત્તરાખંડના યુવાનોને રમતગમત અને જાહેર આરોગ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવાના હેતુથી દેવભૂમિના પુત્ર અને ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિભાશાળી ખેલાડી ઋષભ પંતને “સ્ટેટ બ્રાન્ડ એમ્બેસેડર” તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

rishabh

રિષભ પંતનો જન્મ ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો પરંતુ બાદમાં તેણે દિલ્હીને પોતાનું કાર્યસ્થળ બનાવી લીધું છે. એશિયા કપ 2022 માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં પણ પંતની પસંદગી કરવામાં આવી છે. 24 વર્ષીય પંતે 2017માં ટી20 મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2018માં તેણે ટેસ્ટ અને વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 31 ટેસ્ટ, 27 વનડે અને 54 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

રિષભ પંતનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

ઋષભ પંતનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર રહ્યો છે પરંતુ તે અત્યાર સુધી ODI અને T20 ઈન્ટરનેશનલમાં પોતાને સ્થાપિત કરી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાં પંતે 4.32ની સરેરાશથી 2123 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને 10 અડધી સદી સામેલ છે. પંતે વન-ડેમાં 840 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 883 રન બનાવ્યા છે.

રિષભ પંત IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ ટીમ (DC)નો કેપ્ટન છે. પંતની કપ્તાની હેઠળ, દિલ્હી કેપિટલ્સ આ વર્ષે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. તે જ સમયે, વર્ષ 2021 માં, પંતની કપ્તાની હેઠળ, દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફ સુધીની સફર કરી હતી.

જમ્મુ-કાશ્મીર/ ઉરી જેવું કાવતરું… પરગલ આર્મી કેમ્પમાં બે આત્મઘાતી હુમલાખોરો માર્યા ગયા, ત્રણ જવાનો શહીદ