Ranji Trophy Final/ મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવ્યું, 8 વર્ષ પછી બન્યું ચેમ્પિયન, રેકોર્ડ 42મી વખત રણજી ટ્રોફી જીતી

મુંબઈએ 8 વર્ષ પછી રણજી ટ્રોફી જીતી. ફાઇનલમાં મુંબઈએ વિદર્ભને 169 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.આપને જણાવી દઈએ  મુંબઈએ રેકોર્ડ 42મી વખત ઘરેલુ રેડ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી છે.

Top Stories Breaking News Sports
Beginners guide to 2024 03 14T140321.445 મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવ્યું, 8 વર્ષ પછી બન્યું ચેમ્પિયન, રેકોર્ડ 42મી વખત રણજી ટ્રોફી જીતી

મુંબઈએ 8 વર્ષ પછી રણજી ટ્રોફી જીતી. ફાઇનલમાં મુંબઈએ વિદર્ભને 169 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.આપને જણાવી દઈએ  મુંબઈએ રેકોર્ડ 42મી વખત ઘરેલુ રેડ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી છે. 538 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમ મેચના પાંચમા અને છેલ્લા દિવસે ગુરુવારે 134.3 ઓવરમાં 368 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. વિદર્ભ તરફથી કેપ્ટન અક્ષય વાડકરે 102 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય હર્ષ દુબેએ પણ 65 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી તનુષ કોટિયને બીજી ઈનિંગમાં સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

મુંબઈએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને 2023-24 રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવ્યું હતું. 538 રનના ટાર્ગેટનો પીછો કરતા વિદર્ભ તેની બીજી ઇનિંગમાં માત્ર 418 રન જ બનાવી શક્યું હતું. મુંબઈએ રેકોર્ડ 42મી વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. વિદર્ભનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. મુંબઈએ 8 વર્ષ બાદ રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. છેલ્લી વખત તેણે 2015-16ની સિઝનમાં સૌરાષ્ટ્રને હરાવીને ટ્રોફી જીતી હતી.

વાડકરની સદી નિરર્થક

અંતિમ મેચમાં 538 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે વિદર્ભે એક સમયે 133 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કરુણ નાયર અને કેપ્ટન અક્ષય વાડકર વચ્ચે પાંચમી વિકેટ માટે 90 રનની ભાગીદારી થઈ હતી. મુશીર ખાને નાયરને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. કરુણ નાયરના આઉટ થયા બાદ અક્ષય વાડકર અને હર્ષ દુબેએ મળીને છઠ્ઠી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી.

આ ભાગીદારીએ વિદર્ભને સ્પર્ધામાં પાછું લાવ્યું. જો જોવામાં આવે તો વાડકર-દુબેએ પાંચમા દિવસ (14 માર્ચ)ના પ્રથમ સત્રમાં એકપણ વિકેટ પડવા દીધી ન હતી. જોકે, બીજા સેશનમાં મુંબઈના બોલરોએ શાનદાર વાપસી કરી હતી અને વિદર્ભનો બીજો દાવ 368 રનમાં સમેટી દીધો હતો. વાડકરે 102 અને હર્ષ દુબેએ 65 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી તનુષ કોટિયને ચાર અને મુશીર ખાને બે વિકેટ ઝડપી હતી.

મુશીરે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી

તમને જણાવી દઈએ કે મેચમાં મુંબઈનો બીજો દાવ 418 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવના આધારે મુંબઈ પાસે 119 રનની જંગી લીડ હોવાથી વિદર્ભને 538 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુંબઈ માટે મુશીર ખાને બીજી ઈનિંગમાં શાનદાર 136 રન બનાવ્યા હતા. મુશીરે 326 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. મુંબઈ તરફથી શ્રેયસ ઐયર (95), કેપ્ટન અજિંક્ય રહાણે (73) અને શમ્સ મુલાની (50)એ પણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. વિદર્ભ તરફથી હર્ષ દુબેએ સૌથી વધુ પાંચ અને યશ ઠાકુરે ત્રણ વિકેટ ઝડપી હતી.

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ તેની પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી પ્રથમ દાવમાં શાર્દુલ ઠાકુરે સૌથી વધુ રન બનાવ્યા હતા. શાર્દુલે 69 બોલમાં 75 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર બેટ્સમેન પૃથ્વી શો (46) અને ભૂપેન લાલવાણી (37)એ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. વિદર્ભ તરફથી યશ ઠાકુર અને હર્ષ દુબેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે બે અને આદિત્ય ઠાકરેને એક વિકેટ મળી હતી.

224 રનના જવાબમાં વિદર્ભનો પ્રથમ દાવ માત્ર 105 રનમાં સમેટાઈ ગયો હતો. પ્રથમ દાવમાં વિદર્ભ તરફથી માત્ર અથર્વ તાયડે (23), આદિત્ય ઠાકરે (19), યશ રાઠોડ (27) અને યશ ઠાકુર (16) જ બે અંક સુધી પહોંચી શક્યા હતા. મુંબઈ માટે, ધવલ કુલકર્ણી, તનુષ કોટિયન અને શમ્સ મુલાનીને ત્રણ-ત્રણ સફળતા મળી. જ્યારે શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી.

રણજી ટ્રોફીના છેલ્લા પાંચ વિજેતા

2023-24 મુંબઈ
2022-23 સૌરાષ્ટ્ર
2021-22 મધ્ય પ્રદેશ
2019-20 સૌરાષ્ટ્ર
2018-19 વિદર્ભ

રણજી ટ્રોફી વિજેતા

મુંબઈ- 42
કર્ણાટક- 8
દિલ્હી- 7
મધ્ય પ્રદેશ- 5
બરોડા- 5
સૌરાષ્ટ્ર-2
વિદર્ભ-2
બંગાળ- 2
તમિલનાડુ- 2
રાજસ્થાન- 2
મહારાષ્ટ્ર- 2
હૈદરાબાદ- 2
રેલ્વે-2

મુંબઈની ટીમ રણજી ટ્રોફીના ઈતિહાસમાં રેકોર્ડ 48મી ફાઈનલ રમી રહી હતી. વિદર્ભની ટીમની આ ત્રીજી ફાઈનલ હતી. સેમીફાઈનલ મેચમાં મુંબઈએ તમિલનાડુને એક દાવ અને 70 રનથી હરાવ્યું હતું. જ્યારે વિદર્ભે મધ્ય પ્રદેશને 62 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

આંકડામાં મુંબઈ ચેમ્પિયન છે

-42મી વખત બોમ્બે/મુંબઈ માટે રણજી ટ્રોફીનો ખિતાબ
મુંબઈ 10મી વખત જીત્યું, જ્યારે બોમ્બે 32મી વખત જીત્યું.
– હોમ ગ્રાઉન્ડ પર 26મી વખત ટાઈટલ જીત (1 વખત બોમ્બે જીમખાનામાં, 14મી વખત બ્રેબોર્ન સ્ટેડિયમમાં અને હવે વાનખેડે સ્ટેડિયમમાં 11મી વખત)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી,આ સ્ટાર ખેલાડી થશે આઉટ

આ પણ વાંચો:રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ

આ પણ વાંચો:પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર દાનિસ કનેરિયાએ CAA પર આપ્યું આ મોટું નિવેદન,’પાકિસ્તાની હિંદુઓ હવે ખુલ્લી હવામાં શ્વાસ લેશે’