Jamnagar Lawyer Attack/ જામનગરમાં વધુ એક વકીલને મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર

કોંગ્રેસના સિનિયર નેતા, જામનગરના મુસ્લિમ આગેવાન હારુન પલેજા રોઝુ છોડવા જઇ રહ્યા હતા દરમ્યાન ટોળાએ તેમના પર હુમલો કર્યો. ઇજાગ્રસ્ત હારુન પાલેજાનું ટૂંકી સારવામાં મોત નિપજ્યું.

Others
YouTube Thumbnail 2024 03 14T135247.147 જામનગરમાં વધુ એક વકીલને મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર

@ સાગર સંઘાણી, જામનગર

કોંગ્રેસના સિનિયર નેતા, જામનગરનામુસ્લિમ આગેવાન હારુન પલેજા રોઝુ છોડવા જઇ રહ્યા હતા. આ વેળાએ તેમના પર પ્રથમ પથ્થરમારો બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા એસપી પ્રેમસુખ ડેલું સહિતનો પોલીસનો કાફલો પણ દોડી ગયો. ગંભીર ઇજાગ્રસ્ત વકીલને હોસ્પિટલમાં દાખલ કરાયો. જો કે વકીલે ટૂંકી સારવારમાં દમ તોડ્યો.

જામનગરમાં બુધવારે સાંજે બેડી વિસ્તારમાં સિનિયર કોંગ્રેસી નેતા અને એડવોકેટનું સરાજાહેર ઢીમ ઢાળી દેવામાં આવતા સનસનાટી મચી ગઇ છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયે વકીલ એવા હારૂન પાલેજાની હત્યાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જામનગરના બેડી વિસ્તારમાં મુસ્લિમ આગેવાન રોઝુ છોડવા જઇ રહ્યા હતા ત્યારે તેમના પર પ્રથમ પથ્થરમારો બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ હોસ્પિટલમાં ટૂંકી સારવામાં વકીલનું મોત નિપજ્યું. આ ઘટનાની જાણ થતા એસપી પ્રેમસુખ ડેલું સહિતનો પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો.  જુની અદાવતનો ખાર રાખી હત્યાના વારદાતને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે સીટી બી ડિવિઝન પોલીસે 15 કુખ્યાત શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

જામનગર જિલ્લામાં સનસનાટી મચાવતી આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર શહેરના બેડી વિસ્તારમાં રહેતા અને વકીલાત કરતા હારુન પાલેજા ગઇકાલે સાંજના સમયે પોતાનું મોટર સાયકલ બુલેટ લઈ બેડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ રોઝુ છોડવા માટે જઈ રહ્યા હતાં ત્યારે ટોળાએ તેમના પર પથ્થર મારો કર્યો હતો. બાદમાં હારુનભાઈ બાઇક પરથી નિયંત્રણ ગુમાવી દેતા તેઓ જમીન પર પટકાયા હતા. આ દરમિયાન અજાણ્યાં શખ્સોએ તેમના પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હારુન પાલેજાને તાત્કાલીક જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે જામનગર એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પર પહોંચી ગયો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બસીર જુસબ સાઈચા, ઇમરાન નૂરમામદ સાઇચા, રમજાન સલીમ સાઇચા, સિકંદર નૂરમામદ સાઇચા, રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાઇચા, જાબીર મહેબૂબ સાઇચા, દિલાવર હુસેન કકલ, સુલેમાન હુસેન કકલ,ગુલામ જુસબ સાઈચા, એજાઝ ઉંમર સાઇચા, અસગર જુસબ સાઈચા, મહેબૂબ જુસબ, સાઈચા, રજાક ઉર્ફે સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા, સબીર ઓસમાણ ચમડિયાની સામે ગુન્હો નોંધાયો છે..

હારૂન પાલેજાની હત્યાના વિરોધમાં જામનગરના વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કામગીરીથી અળગા રહેવાની જાહેરાત કરી છે. હત્યાના બનાવને અંજામ આપી નાશી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

જામનગરમા વકીલની હત્યાની ઘટનાએ કોઈ નવી બાબત નથી. આ અગાઉ વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં કુખ્યાત જયેશ પટેલની ગેંગની સંડોવણી સામે આવી હતી. જામનગરમાં વકીલાત કરતા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજા હાલ સિક્કા નગરપાલિકાના પ્રભારી તરીકે કાર્યરતા હતા. જ્યારે તેમના ભત્રીજા નુરમામદ પાલેજા હાલ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કાર્યરત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ UGC/યુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ સુરત/પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…

આ પણ વાંચોઃ accident case/અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે મહિલાનું મોત, વસ્ત્રાલ અને શિવરંજની પાસે અકસ્માતની ઘટના બની