ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન પેટ કમિન્સે બ્રિસ્બેનનાં ગાબા ખાતે એશિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી છે. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાનાં જ્વલંત બોલરો સામે તેમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો અને ટીમ ઈંગ્લેન્ડ માત્ર 147 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી.
https://twitter.com/ICC/status/1468441058962907136?s=20
આ પણ વાંચો – Ashes series / મિચેલ સ્ટાર્કે 85 વર્ષમાં જે કોઇ ન કરી શક્યું તે કરી બતાવ્યું, Video
ઓસ્ટ્રેલિયન કેપ્ટન તરીકે પેટ કમિન્સે તેની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી કારણ કે તેની ટીમે બુધવારે અહીં પ્રથમ એશિઝ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 147 રનમાં સમેટી દીધું હતું. કમિન્સે છેલ્લી ત્રણ વિકેટ 38 રન આપીને ઝડપી હતી. તેણે મેચમાં 5 વિકેટ ઝડપી છે. તેના સાથી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડે બે-બે વિકેટ લીધી હતી જ્યારે ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને એક વિકેટ લીધી હતી. બુધવારે બ્રિસ્બેનનાં ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા સામે 2021-22 એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. મુલાકાતી ટીમે પ્રથમ સત્રમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં અનુભવી ઝડપી બોલર જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયન બોલર તરીકે શ્રેષ્ઠ રહ્યો હતો. હેઝલવુડે શરૂઆતનાં સત્રમાં બે વિકેટ લીધી હતી જ્યારે પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કે એક-એક વિકેટ લીધી હતી.
ટેસ્ટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરી રહેલા કમિન્સે ઈંગ્લેન્ડનાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને કેપ્ટન તરીકે તેની પ્રથમ વિકેટ લીધી છે. સ્ટોક્સ આ મેચમાં માત્ર 5 રન બનાવીને ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. આ સાથે સ્ટોક્સનું પુનરાગમન ફિક્કું પડી ગયું છે અને ઈંગ્લેન્ડ પર જે સંકટ હતું તે ચાલુ રહ્યું હતુ. સ્ટોક્સ જ્યારે આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 29 રન હતો. સ્ટોક્સ ટીમની ચોથી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 21 બોલમાં બાઉન્ડ્રી ફટકારી હતી. તેના સિવાય કેપ્ટન રૂટ સહિત ઈંગ્લેન્ડનો ટોપ ઓર્ડર પણ ખાસ કંઈ કરી શક્યો નહોતો. લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવી અને માત્ર 59 રન બનાવ્યા હતા. વાદળછાયું હતું, પિચ પર ઘાસ હતું અને આવી સ્થિતિમાં રૂટનો નિર્ણય ખોટો સાબિત થયો હતો.
https://twitter.com/ICC/status/1468444396240740352?s=20
આ પણ વાંચો – Cricket / યુવરાજ સિંહે વીડિયો શેર કરતા કહ્યુ- સેંકન્ડ ઇનિંગનો સમય આવી ગયો
જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ટેસ્ટમાં માત્ર 147 રન પર ઓલ આઉટ થઇ ગઇ છે. મેચમાં સૌથી વધુ વિકેટ ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન પેટ કમિન્સે લીધી છે. પેટ કમિન્સે મેચની પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ઝડપી ઈંગ્લેન્ડની ટીમને બેકફૂટ પર લાવી દીધી છે.