એક નહીં અનેક રેકોર્ડ/ રોહિત શર્માએ કેપ્ટનના રૂપમાં તેની 100મી મેચને બનાવી યાદગાર; ભારતે 20 વર્ષ બાદ ઈંગ્લેન્ડને હરાવ્યું

ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્માએ પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મેચમાં એક નહીં પરંતુ અનેક રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધા છે

Sports
રોહિત શર્મા રોહિત શર્માએ કેપ્ટનના રૂપમાં તેની 100મી મેચને બનાવી યાદગાર; ભારતે 20 વર્ષ બાદ ઈંગ્લેન્ડને હરાવ્યું

ભારત Vs ઇંગ્લેન્ડ: ODI વર્લ્ડ કપ 2023માં ભારતે તેની છઠ્ઠી મેચ ઈંગ્લેન્ડ સામે રમી હતી અને ભારતીય કેપ્ટન તરીકે રોહિત શર્માની આ 100મી આંતરરાષ્ટ્રીય મેચ હતી. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવીને પોતાની મેચને યાદગાર બનાવી દીધી છે. રોહિત આ મેચમાં પોતાની બેટિંગના આધારે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી દીધો છે.

આ મેચમાં ભારત માટે રોહિત શર્માએ 87 રન બનાવ્યા હતા અને એક બેટ્સમેન તરીકે તે આ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. એક કેપ્ટન તરીકે પણ તે આ મેચમાં ઘણો પ્રભાવશાળી રહ્યો હતો. આ જીત સાથે રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 20 વર્ષ પછી ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવવામાં સફળતા મેળવી છે. ભારતે 2003 પછી એટલે કે 2023માં જ વર્લ્ડ કપમાં આ ટીમને હરાવવામાં સફળતા મેળવી હતી.

રોહિત શર્માએ કેપ્ટન તરીકે પોતાની 100મી મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા

કેપ્ટન તરીકે રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને આ મેચમાં તેણે પોતાની ઇનિંગ દરમિયાન 18000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે. તે ઉપરાંત રોહિત 87 રનની ઇનિંગ્સ સાથે વર્ષ 2023 માં ODIમાં 1000 રન બનાવનાર પ્રથમ કેપ્ટન બન્યો. આ મેચમાં રોહિત શર્માએ ભારતીય કેપ્ટન તરીકે તેના 4000 રન પૂરા કર્યા અને સાથે જ તે વર્લ્ડ કપની એક સિઝનમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ બન્યો. રોહિત શર્માએ આ મેચમાં 85મી વખત ODIમાં 50 પ્લસની ઇનિંગ્સ રમી હતી.

100 આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટન તરીકે રોહિત શર્માનું પ્રદર્શન

રોહિત શર્માએ 100 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ દરમિયાન રોહિતે 73 મેચોમાં ભારતને જીત અપાવી છે, જ્યારે ભારત માત્ર 23 મેચ હાર્યું છે. કેપ્ટન તરીકેની પોતાની 100મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવવામાં તે સફળ રહ્યો છે. આ મેચમાં ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયાના બોલરોએ આ સ્કોરનો આબાદ બચાવ કર્યો હતો. ભારતીય બોલર મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની બોલિંગ સામે ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેનો પાણીમાં બેસી ગયા અને ભારતે 100 રનથી જીત મેળવી લીધી.

આ પણ વાંચો- ભારતે સતત છઠ્ઠી જીત હાંસલ કરી, સેમી ફાઇનલમાં જગ્યા બનાવી; ઈંગ્લેન્ડને 100થી હરાવ્યું

આ પણ વાંચો- એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતી ખેલાડીઓ ઝળહળ્યા,9 મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું