Not Set/ જયારે વસીમ અકરમે સચિનને પૂછ્યું હતું, “મમ્મી કો પુછ કે ક્રિકેટ ખેલને આયે હો ?, જાણો શું છે યાદગાર પ્રસંગ

દુબઈ, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથેના એક યાદગાર પ્રસંગને ખુલાસો કર્યો છે. વસીમ અકરમે સચિન સાથેના આ પ્રસંગને યાદ કરતા જણાવ્યું હતું કે, “મમ્મી કો પુછ કે ક્રિકેટ ખેલને આયે હો ?. વસીમ અકરમે હિન્દી ન્યુઝ ચેનલ આજ તકના મેગા ક્રિકેટ શોમાં આ ખુલાસો કર્યો હતો. […]

Trending Sports
wasim sachin 1024 જયારે વસીમ અકરમે સચિનને પૂછ્યું હતું, "મમ્મી કો પુછ કે ક્રિકેટ ખેલને આયે હો ?, જાણો શું છે યાદગાર પ્રસંગ

દુબઈ,

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથેના એક યાદગાર પ્રસંગને ખુલાસો કર્યો છે.

વસીમ અકરમે સચિન સાથેના આ પ્રસંગને યાદ કરતા જણાવ્યું હતું કે, “મમ્મી કો પુછ કે ક્રિકેટ ખેલને આયે હો ?.

વસીમ અકરમે હિન્દી ન્યુઝ ચેનલ આજ તકના મેગા ક્રિકેટ શોમાં આ ખુલાસો કર્યો હતો.

આ કોણ નાનો છોકરો ક્રિકેટ રમવા માટે આવ્યો છે : અકરમ

hqdefault જયારે વસીમ અકરમે સચિનને પૂછ્યું હતું, "મમ્મી કો પુછ કે ક્રિકેટ ખેલને આયે હો ?, જાણો શું છે યાદગાર પ્રસંગ
sports-young-sachin-tendulkar-wasim-akram-mocked-mummy-se-puchke-aaya-hai

હકીકતમાં, વસીમ અકરમે જણાવ્યું હતું કે, “જયારે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગલું માંડ્યું હતું, ત્યારે પાકિસ્તાનના પહેલા પ્રવાસ દરમિયાન અમે વિચાર્યું હતું કે આ કોણ નાનો છોકરો ક્રિકેટ રમવા માટે આવ્યો છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકર ૧૯૮૯માં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ડેબ્યુ કર્યું હતું અને પ્રથમવાર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. જો કે આ દરમિયાન પાકિસ્તાનના મહાન ઝડપી બોલરોના પડકારને પાર પાડવાનો હતો.

ઘરમાં મમ્મીને પૂછીને ક્રિકેટ રમવા માટે આવ્યો છે ?

વસીમ અકરમે વધુમાં જણાવ્યું હતું કે, “૧૯૮૯માં ભારત પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન અમે સંભાળ્યું હતું કે, ૧૬ વર્ષનો એક છોકરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી રહ્યો છે. જયારે અમે તેને જોયો ત્યારે લાગ્યું હતું કે, તે ૧૪ વર્ષનો લાગી રહ્યો છે. ત્યારે હું એ પૂછ્યું હતું કે, ઘરમાં મમ્મીને પૂછીને ક્રિકેટ રમવા માટે આવ્યો છે ?”.

જો કે ત્યારબાદ વસીમ અકરમે માન્યું હતું કે, “એક મહાન બેટ્સમેન તરીકે સચિન તેંડુલકર સામે બોલિંગ કરવી બિલકુલ સહેલુ ન હતું”.

મહત્વનું છે કે, સચિન તેંડુલકરે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, “૧૯૮૯માં પાકિસ્તાન વિરુધ પોતાના કેરિયરની પ્રથમ ટેસ્ટ પછી ક્રિકેટ છોડવા માટે જણાવ્યું હતું”.