U19 World Cup/ પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા પહોંચ્યું સેમિફાઈનલમાં

ઓસ્ટ્રેલિયાએ તેમના બેટ્સમેન અને બોલરોનાં દમ પર પાકિસ્તાનને 119 રને હરાવ્યું છે અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

Sports
1 2022 01 29T065651.107 પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા પહોંચ્યું સેમિફાઈનલમાં

ઓસ્ટ્રેલિયાએ તેમના બેટ્સમેન અને બોલરોનાં દમ પર પાકિસ્તાનને 119 રને હરાવ્યું છે અને વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ 2022ની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. સુપર લીગ ક્વાર્ટર ફાઈનલમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટનાં નુકસાને 276 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે ટીગ વિલીએ 97 બોલમાં 71, કોરી મિલરે 75 બોલમાં 64, કોમ્પબેલ કેલાવીએ 47 અને કેપ્ટન કૂપર કોનોલીએ 33 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો – Women’s Asia Cup Hockey / ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 2-0થી હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો

પાકિસ્તાન તરફથી કેપ્ટન કાસિમ અકરમે સૌથી વધુ ત્રણ, અવૈસ અલીએ બે અને ઝીશાન અલી અને મેહરાન મુમતાઝે એક-એક વિકેટ લીધી હતી. સેમિફાઇનલમાં હવે ઓસ્ટ્રેલિયાનો મુકાબલો બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ક્વાર્ટર ફાઇનલના વિજેતા સાથે થશે. ભારત અને બાંગ્લાદેશ 2020 ની ફાઇનલમાં સામસામે હતા, જ્યાં બાંગ્લાદેશે ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારત પાસે આજે ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશ સામે બદલો લેવાની તક છે.

આ પણ વાંચો – U19 World Cup / અફઘાનિસ્તાનની ટીમે કર્યો મોટો ઉલટફેર, શ્રીલંકાની ટીમને 4 રને હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

277 રનનાં ટાર્ગેટનાં જવાબમાં પાકિસ્તાનની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે 100 રનની અંદર પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સમગ્ર ટીમ 35.1 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી મેહરાન મુમતાઝ ટોપ સ્કોરર રહી હતી, જેણે 29 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય અબ્દુલ ફસિહે 28 અને ઈરફાન ખાને 287 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી વિલિયમ સેલ્ઝમેને ત્રણ અને ટોમ વ્હીટની અને જેક સીનફેલ્ડે બે-બે વિકેટ લીધી હતી.