Not Set/ વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં અણનમ 72 રન બનાવનાર ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રોહિત શર્માને માત આપીને આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. કોહલીએ હવે 71 મેચની 66 ઇનિંગ્સમાં 2441 રન બનાવ્યા છે, જ્યારે રોહિતે 97 મેચની 89 ઇનિંગ્સમાં 2434 રન બનાવ્યા છે. બુધવારે મોહાલીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા […]

Top Stories Sports
43cff0e9faca77fddf4b0c4c8c9fc467 વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20 મેચમાં અણનમ 72 રન બનાવનાર ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રોહિત શર્માને માત આપીને આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. કોહલીએ હવે 71 મેચની 66 ઇનિંગ્સમાં 2441 રન બનાવ્યા છે, જ્યારે રોહિતે 97 મેચની 89 ઇનિંગ્સમાં 2434 રન બનાવ્યા છે. બુધવારે મોહાલીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 મેચમાં વિરાટ કોહલીએ ભારતીય ટીમને 7 વિકેટથી શાનદાર જીત અપાવી હતી.

virat વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

વિરાટ કોહલીએ 52 બોલમાં અણનમ 72 રનની ઇનિંગ રમીને વિરોધી બોલરોને આશ્ચર્યચકિત કર્યા હતા. વિરાટ કોહલીએ 3 છક્કા અને 4 ચોક્કા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ 75 ઇનિંગમાં 2283 રન સાથે ત્રીજા ક્રમે છે. પાકિસ્તાનનાં શોએબ મલિકે 104 ઇનિંગ્સમાં 2263 રન બનાવ્યા છે.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચનાં દસ બેટ્સમેન

  1. વિરાટ કોહલી              (2441 રન)
  2. રોહિત શર્મા                (2434 રન)
  3. માર્ટિન ગુપ્ટિલ            (2283 રન)
  4. શોએબ મલિક             (2263 રન)
  5. બ્રેન્ડન મેક્કુલમ          (2140 રન)
  6. મોહમ્મદ શહજાદ        (1936 રન)
  7. જેપી ડુમિની               (1934 રન)
  8. મોહમ્મદ હાફીઝ         (1908 રન)
  9. તિલકરત્ને દિલશાન    (1889 રન)
  10. ઇઓન મોર્ગન            (1810 રન)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.