Not Set/ INDvsSA T20 : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યુ, સીરીઝમાં 1-0 થી આગળ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ મોહાલીનાં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા […]

Top Stories Sports
mohali indian skipper virat kohli celebrates after winning the 2nd t20i 899341 INDvsSA T20 : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યુ, સીરીઝમાં 1-0 થી આગળ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ મોહાલીનાં આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા.

શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી સરસાઈ મેળવી છે. ધર્મશાળામાં શ્રેણીની પહેલી મેચ અવિરત વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની અંતિમ મેચ 21 સપ્ટેમ્બરનાં રોજ બેંગલુરુનાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.

Image result for india won t20 at mohali

દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન ક્વિંટન ડી કોકે 52 રન બનાવ્યા હતા. તેને ટેમ્બા બામુવાએ સારો ટેકો આપ્યો હતો અને 49 રન બનાવી આઉટ થયો હતા. આ બંને સિવાય બીજો કોઈ બેટ્સમેન નહોતો કે જે ટકીને તાબડતોડ બેટિંગ કરી શકે. જ્યારે ડેવિડ મિલર 18 રને આઉટ થયો ત્યારે રાસી વાન ડર ડ્યૂસેન માત્ર 1 રન બનાવી શક્યો. રીજા હેન્ડ્રિક્સે 6 રન બનાવ્યા હતા. ડ્વેન પ્રિટોરિયસ અને એંડિલે ફેલુક્વાયોએ અનુક્રમે 10 અને 8 રન કરીને દક્ષિણ આફ્રિકાને 149 નાં સ્કોર સુધી પહોંચાડ્યું હતુ. ભારત તરફથી દિપક ચહરે 2 વિકેટ લીધી હતી. જાડેજા, હાર્દિક અને સૈનીને 1-1 સફળતા મળી. વળી દક્ષિણ આફ્રિકા તરફથી ભારતની ઇનિંગ્સમાં ફેલુક્વાયો, શમ્સી અને ફોર્ટયૂનીએ 1-1થી સફળતા મેળવી હતી. વિરાટ કોહલીને તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ માટે ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. બંને દેશો વચ્ચે છેલ્લી ટી-20 મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.