Not Set/ લોકોએ મોદીને મત કેમ આપ્યો… ? તે સમજવું પડશે : શશી થરૂર

કેરળની તિરુવનંતપુરમ લોકસભા બેઠકના કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેના પોતાના નિવેદન પાછળ નું સાચું કારણ જણાવ્યુ છે. તેમણે કહ્યું છે કે “મેં શું કહ્યું હતું કે આપણો સિધ્ધાંત હોવો જોઇયે, કે આપણે સમજવું જોઇયે કે લોકો એ મોદીને મત કેમ આપ્યા. 2014 અને 2019 માં અમને 19 ટકા મત મળ્યા […]

Top Stories India Politics
shashi tharoor dh 1567087760 લોકોએ મોદીને મત કેમ આપ્યો... ? તે સમજવું પડશે : શશી થરૂર

કેરળની તિરુવનંતપુરમ લોકસભા બેઠકના કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેના પોતાના નિવેદન પાછળ નું સાચું કારણ જણાવ્યુ છે. તેમણે કહ્યું છે કે “મેં શું કહ્યું હતું કે આપણો સિધ્ધાંત હોવો જોઇયે, કે આપણે સમજવું જોઇયે કે લોકો એ મોદીને મત કેમ આપ્યા.

2014 અને 2019 માં અમને 19 ટકા મત મળ્યા છે. મોદીના નેતૃત્વમાં ભાજપને 2014 માં 31 ટકા અને 2019 માં 37 ટકા મત મળ્યા હતા. તે લોકોને જેમણે અમને મત આપ્યા હતા તેઓએ ભાજપને મત આપ્યો હતો.

થરુરે કહ્યું, “જ્યારે તમે જ સમજી શકતા નથી કે વોટર કેમ બીજે ચાલ્યા ગયા તો, તમે  તેને પાછા કેવી રીતે લાવશો? હું કહું છું કે ચાલો તે અંગે સંશોધન કરીયે.  હું મોદીની પ્રશંસા નથી કરી રહ્યો, હું કહી રહ્યો છું કે સમજો.” આ મતો ને કોને આકર્ષિત કર્યા. આપણે સ્વીકારવું જોઇયે કે શું સાચું છે અને શું ખોટું છે. આપણે આપણી ભૂલો અને નિષ્ફળતા શોધી અને પછી પોતાને વધુ સારી બનાવવી જોઈએ. “

થરૂરે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ દેશમાં ભાજપનો મત હિસ્સો 2014 માં 31 ટકાથી વધારીને 2019 માં 37 ટકા કર્યો છે. કોંગ્રેસને એક પક્ષ તરીકે સમજી લેવું જોઈએ કે શા માટે તેને માત્ર 19 ટકા મતો મળ્યા. મોદીએ વખાણ કરવા માટે બહુ ઓછા કામ કર્યા છે પરંતુ છતાં તેઓ દેશભરમાં પોતાના મતની ટકાવારી વધારવામાં સફળ રહ્યા છે.

થરુરે કહ્યું હતું કે તમે જાણો છો, છ વર્ષથી હું એવી દલીલ કરું છું કે જ્યારે પણ મોદી કંઈક સારું કહે છે અથવા યોગ્ય કામ કરે છે ત્યારે તેમની પ્રશંસા થવી જોઈએ. આ કર્યા પછી, જ્યારે આપણે તેમની ભૂલોની ટીકા કરીશું, ત્યારે આપણી વિશ્વસનીયતા વધશે.

હું વિપક્ષમાં રહેલા લોકોનું સ્વાગત કરું છું. તાજેતરમાં જ એક ટ્વિટનો જવાબ આપતા તેમણે વડા પ્રધાનની પ્રશંસા કરી હતી. જે બાદ તેમને કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા માંગવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.