Not Set/ ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં થયેલા હુમલાનાં આરોપીએ કહ્યુ હુ નિર્દોશ છું

ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં ગોળીબારી કરી 51 લોકોની હત્યા કરનાર આરોપીએ શુક્રવારે કહ્યુ કે, તે આ મામલે નિર્દોશ છે. તેણે કહ્યુ કે, હુ લોકોની હત્યા કરવાનો અને આતંકવાદી સંબંધી આરોપોનો દોશી નથી. આરોપી બ્રેંટન ટૈરેંટ ક્રાઇસ્ટચર્ચ ઉચ્ચ ન્યાયાલયમાં ઓકલેન્ડની આધુનિક સુરક્ષાવાળી જેલથી ઓડિયો-વિજ્યુઅલ લિંકનાં માધ્યમથી હાજર થયો. ટૈરેટનાં વકીલે કહ્યુ કે, તેમનો ક્લાઇન્ટ આ આરોપો […]

Top Stories World
mosque attack ક્રાઇસ્ટચર્ચ મસ્જિદમાં થયેલા હુમલાનાં આરોપીએ કહ્યુ હુ નિર્દોશ છું

ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં ગોળીબારી કરી 51 લોકોની હત્યા કરનાર આરોપીએ શુક્રવારે કહ્યુ કે, તે આ મામલે નિર્દોશ છે. તેણે કહ્યુ કે, હુ લોકોની હત્યા કરવાનો અને આતંકવાદી સંબંધી આરોપોનો દોશી નથી. આરોપી બ્રેંટન ટૈરેંટ ક્રાઇસ્ટચર્ચ ઉચ્ચ ન્યાયાલયમાં ઓકલેન્ડની આધુનિક સુરક્ષાવાળી જેલથી ઓડિયો-વિજ્યુઅલ લિંકનાં માધ્યમથી હાજર થયો. ટૈરેટનાં વકીલે કહ્યુ કે, તેમનો ક્લાઇન્ટ આ આરોપો માટે દોશી નથી. ટૈરેંટ પર હત્યાનાં 51 આરોપ, હત્યાનો પ્રયત્નનાં 40 અને આતંકવાદી ગતિવિધિને લઇને આરોપ લગાવવામાં આવ્યા છે.

કોર્ટમાં જણાવવામાં આવ્યુ કે, ટૈરેંટનાં માનસિક સ્વાસ્થ્યની તપાસ બાદ તેને ન્યૂઝીલેન્ડમાં થયેલા નરસંહારનાં મામલાની સુનવણીનો સામનો કરવા માટે સ્વસ્થ જોવામાં આવ્યો હતો. સુનવણી દરમિયાન ટૈરેંટને ઘણીવાર કુટિલ હસીની સાથે જોવામાં આવ્યો. ન્યાયાધીશ કેમરન મૈંડરએ મામલાની આગળની સુનવણી માટે આવતા વર્ષની ચાર મે ની તારીખ નક્કી કરી છે. આરોપી ટૈરેંટની ઉંમર 28 વર્ષની છે, જેણે 15 માર્ચએ ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો અલ-નૂર અને લિનવુડમાં બપોરની નમાઝ દરમિયાન હુમલાખોરોએ જ્યા ત્યા ગોળીઓ મારી હતી. આ હુમલા કુલ 51 લોકોનો જીવ ગયો હતો. આપને યાદ હશે કે આ હુમલામાં બાંગ્લાદેશની ટીમનાં ખેલાડીઓ બચી ગયા હતા.

હુમલા પછી આરોપી ટૈરેંટને જ્યારે પોલીસ કોર્ટમાં લઇને ગઇ ત્યારે તે પૂરો સમય માત્ર હસી જ રહ્યો હતો. તેટલુ જ નહી પણ તે મીડિયાની સામે પણ હસી જ રહ્યો હતો. કોર્ટમાં તેણે પોતાને ફાસિસ્ટ બતાવ્યો હતો અને જામીન માટે તેણે કોઇ આગ્રહ પણ કર્યો નહતો.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.