New Delhi News: લોકસભા ચૂંટણી માટે ભાજપ દિલ્હીથી 7માંથી 5 સીટમાં પોતાના ઉમેદવારના નામોની જાહેરાત કરી ચુકી છે. હવે બાકીના બે ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરવાની સંભાવના છે. પૂર્વ દિલ્હી અને પશ્ચિમ દિલ્હીના લોકસભા ક્ષેત્રમાં ભાજપના ઘણા ઉમેદવારોના નામોની ચર્ચા થઈ રહી છે.
સૂત્રો મુજબ ભાજપ ઉત્તર- પશ્ચિમ દિલ્હીની સીટો માટે સ્થાનિકને મેદાનમાં ઉતારી શકે છે. ઉત્તર- પશ્ચિમ દિલ્હીની સીટ માટે સાંસદ હંસ રાજ હંસ છે. આ એક એવી હસ્તી છે જે જ્યારે પોતાના ક્ષેત્રમાં નથી હોતા ત્યારે લોકો ઈચ્છે છે કે કોઈ સ્થાનિક જ ચૂંટણી લડે.
સોનૂ સૂદનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. વર્તમાન સીટ પર યોગેન્દ્ર ચંદોલિયા, કર્મ સિંહ કર્મા, દુષ્યંત ગૌતમના નામ પણ રેસમાં છે. પૂર્વ દિલ્હીમાં વિરેન્દ્ર સચદેવ, પ્રદેશ મહામંત્રી હર્ષ મલ્હોત્રાનું નામ પણ લેવાઈ રહ્યું છે. જોકે, હજુ સુધી કોઈને પણ ભાજપે ટિકિટ આપી નથી. બજુ સુધી ભાજપે કોઈ પંજાબીને ટિકિટ આપી નથી. દિલ્હીના ભાજપના પૂજ્ઞવ કોષાધ્યક્ષ વિષ્ણુ મિત્તલ પણ પોતાની દાવેદારી સાબિત કરી રહ્યા છે.
ગૌતમ ગંભીર ચૂંટણી નથી લડવાના તેને કારણે આ એક હોટ સીટ ગણાઈ રહી છે. આ વખતે ચૂંટણીમાં દિલ્હીની પાંચ સીટોમાંથી 4 નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી, રમેશ બિધુડી, પ્રવેશ સિંહ વર્મા તેમજ હર્ષવર્ધન જેવા વરિષ્ઠ નેતાને પણ ભાજપે ટિકિટ આપી નથી.
આ પણ વાંચોઃLUCKNOW/ હિન્દુ યુવા સભાના રાષ્ટ્રીય અધ્યક્ષનો આપઘાત
આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ
આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો