Not Set/ વિદેશમાં ફસાયેલા 14 હજારથી વધુ લોકોને 64 ફ્લાઈટથી પરત લાવવામાં આવશે

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસે આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે.  દુનિયાના ગના બધા દેશોમાં લોકડાઉન ની પરિસ્થિતિ છે. તમામ પ્રકારના આવનજાવન બંધ છે. ત્યારે ઘણા બધા વિદેશીઓ વિવિધ દેશમાં હજુ પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે. અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ભારત સરકારે એક મોટી યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત વિદેશમાં ફસાયેલા 14,800 […]

India
081aded6b090a442cd69a167528d5c30 વિદેશમાં ફસાયેલા 14 હજારથી વધુ લોકોને 64 ફ્લાઈટથી પરત લાવવામાં આવશે
081aded6b090a442cd69a167528d5c30 વિદેશમાં ફસાયેલા 14 હજારથી વધુ લોકોને 64 ફ્લાઈટથી પરત લાવવામાં આવશે

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસે આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે.  દુનિયાના ગના બધા દેશોમાં લોકડાઉન ની પરિસ્થિતિ છે. તમામ પ્રકારના આવનજાવન બંધ છે. ત્યારે ઘણા બધા વિદેશીઓ વિવિધ દેશમાં હજુ પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે.

અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા ભારત સરકારે એક મોટી યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત વિદેશમાં ફસાયેલા 14,800 લોકોને પરત લાવવા માટે આગામી સપ્તાહમાં ઓછામાં ઓછી 64 ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. આ યોજના થી યુ.એસ., કુવૈત, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, યુકે, સાઉદી અરેબિયા, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માટે વિશેષ ફ્લાઇટ્સ મોકલવામાં આવશે.

આમાંની મોટાભાગની ફ્લાઇટ્સ એર ઇન્ડિયા દ્વારા સંચાલિત કરવામાં આવશે. સામાજિક અંતરનું પણ સખ્તાઇથી પાલન કરવા સાથે લોકોને પરત લાવવામાં આવશે અને માત્ર 200 થી 300 મુસાફરોને આ વિશેષ ફ્લાઇટ્સમાં બેસવા દેવામાં આવશે.   દેશમાં કોવિડ -19 ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 46,000 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ દેશમાં કોરોનાવાયરસને કારણે 1,568 લોકોનાં મોત થયા છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 46,433 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના 3900 નવા કેસ નોંધાયા છે અને 195 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.