G20 Summit 2023/ દિલ્હીના 450 પોલીસકર્મીઓ સાથે ડિનર કરશે PM મોદી, ભારત મંડપમમાં થશે કાર્યક્રમ

9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં આયોજિત G20 સમિટ સફળ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પોલીસ અધિકારીઓ માટે ડિનરનું આયોજન કરશે.

Top Stories India
પોલીસકર્મીઓ સાથે ડિનર

G20 સમિટની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પોલીસ અધિકારીઓ માટે રાત્રિભોજનનું આયોજન કરી શકે છે. કારણ કે દિલ્હી પોલીસે સમિટની સફળતા માટે ખૂબ જ સારું કામ કર્યું હતું. જો અહેવાલોનું માનીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી પોલીસના સારા કામ માટે ભારત મંડપમ ખાતે જ દિલ્હી પોલીસ અધિકારીઓ માટે ડિનરનું આયોજન કરશે.

દિલ્હી પોલીસ કમિશનર પાસેથી લિસ્ટ માગવામાં આવ્યું છે….

જો અહેવાલોનું માનીએ તો દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પાસેથી સમિટ દરમિયાન ફરજ બજાવનારા પોલીસ અધિકારીઓની યાદી માગવામાં આવી છે. જેમાં કોન્સ્ટેબલથી લઈને ઈન્સ્પેક્ટર રેન્ક સુધીના પોલીસકર્મીઓ સામેલ હશે, જેમણે સમિટ દરમિયાન સફળતાપૂર્વક પોતાનું કામ પૂરું કર્યું હતું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, લગભગ 450 દિલ્હી પોલીસ કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેઓ રાત્રિભોજનનો ભાગ બનશે. પીએમ મોદી પોતે આ પોલીસકર્મીઓને પ્રોત્સાહિત કરી શકે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી પહેલા પણ આવી સુવિધા કરી ચુક્યા છે. તેમણે નવા સંસદ ભવનનું નિર્માણ કરનારા શ્રમિકોનું સન્માન કર્યું હતું.

કમિશનર સંજય અરોરાએ આપ્યું હતું લિસ્ટ  

આ અઠવાડિયાની શરૂઆતમાં, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ G20 સમિટ દરમિયાન વધુ સારું કામ કરી રહેલા પોલીસકર્મીઓની ઓળખ કરી હતી. દિલ્હી પોલીસ આવા પોલીસકર્મીઓને પોલીસ વિશેષ ભલામણ અને પ્રમાણપત્ર પણ આપશે. 11 સપ્ટેમ્બરે દિલ્હીમાં G20 સમિટ દરમિયાન વધુ સારી કામગીરી કરનારા પોલીસકર્મીઓની યાદી બનાવવામાં આવી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે અને તેને સફળ બનાવવા માટે બધાએ સાથે મળીને કામ કર્યું છે.

જી-20 સમિટનું આયોજન 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન દિલ્હીને સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસે તત્પરતાથી સંભાળી હતી.

આ પણ વાંચો:‘જ્યારે મને Z-પ્લસ સુરક્ષા આપવામાં આવી…’, RSS ના વડા મોહન ભાગવતે પુણે રેલવે સ્ટેશનનો સંભળાવ્યો રસપ્રદ કિસ્સો

આ પણ વાંચો:ઇકોનોમિક કોરિડોરની જાહેરાતથી ખુશ સાઉદી ક્રાઉન પ્રિન્સ, પીએમ મોદી સાથેની બેઠકમાં થઇ આ મહત્વની વાત

આ પણ વાંચો:‘ચીનના દાન પર રાહુલ ગાંધીએ ભારત વિરોધી ઓક્યું ઝેર ‘ બીજેપી નેતાનું મોટું નિવેદન

આ પણ વાંચો:‘G-20ના મહેમાનોથી સત્ય છુપાવવાની જરૂર નથી’ – રાહુલ ગાંધીએ આવું કેમ કહ્યું?