મધ્યપ્રદેશ/ બોયફ્રેન્ડના પ્રેમમાં પાગલ વહુએ સસરાની હત્યા કરી નાંખી

એક વહુએ પ્રેમી સાથે મલીને પોતાના સસરાની હત્યા કરી નાંખી હતી. પોલીસે આ કેસમાં મૃતકની વહુ, તેના પ્રેમી સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે.

India Trending

@નિકુંજ પટેલ

કહેવાય છે કે પ્રેમનો નશો ચડે ત્યારે વ્યક્તિ કંઈપણ કરવા તૈયાર થી જાય છે. આવો જ એક બનાવ મધ્યપ્રદેશના શહડોલમાં બન્યો છે. જેમાં એક વહુએ પ્રેમી સાથે મલીને પોતાના સસરાની હત્યા કરી નાંખી હતી. પોલીસે આ કેસમાં મૃતકની વહુ, તેના પ્રેમી સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત મુજબ એક મહિલાને એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. હોટ બજારમાં દુકાન ચલાવતો આલોક ગુપ્તા મૃતકની વહુ અનિતા સિંહના ઘરે અવારનવાર આવતો હતો. અનિતાની પડોશમાં રહેતા દુકાનદાર રાજકિરણ સિંહના માધ્મથી તે અનિતાના ઘરે આવતો જતો હતો. જેમાં અનિતા અને આલોક વચ્ચે અનૈતિક સંબંધ બંધાયા હતા. જ્યારે આ વાતની જાણ અનિતાના સસરાને થઈ ત્યારે તેમણે આલોકને તેમના ઘરે આવવા પર વિરોધ કર્યો હતો.

જેને પગલે બન્નેએ સાથે મળીને સસરાનો કાંટો કાઢી નાંખવાનું કાવતર ઘડ્યું હતું. એક દિવસ મહિલાનો પતિ ઘરે ન હતો ત્યારે મોડી રાત્રે તેનો પ્રેમી આલોક ગુપ્તા તેના ઘરે આવ્યો હતો. બાદમાં અનિતા અનેઆલોકે સાથે મળીને કુહાડી વડે સસરાની હત્યા કરી નાંખી હતી.

પોલીસને માહિતી મળતા તેમણે અજાણ્યા  શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ આદરી હતી. જોકે પોલીસ મોબાઈલ લોકેશનને આધારે આરોપીઓ સુંધી પહોંચી ગઈ હતી.

પોલીસને ઘટનાની રાત્રે ઘરમાં હાજર વહુ પર પહેલેથી શંકા હતી. શંકા વધતા પોલીસે અનિતાનો મોબાઈલ તપાસ માટે કબજે કર્યો અને તપાસ કરતા સત્ય બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે અનિતા, આલોક અને તેમને મદદ કરતા રાજકિરણ સિંહની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધનસુરામાં ચકચાર, સગીરા બની હવસખોરનો શિકાર

આ પણ વાંચો:અચાનક ઈન્સ્પેક્ટર સાથેના બ્રેકઅપને કારણે તનાણમાં હતી ડો.વૈશાલી જોષી, આપઘાતની દર્દનાક કહાની આવી સામે

આ પણ વાંચો:ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા

આ પણ વાંચો:સજા પૂરી કર્યા પછી પણ પાકિસ્તાનની જેલમાં કેદ, ગુજરાતના 88 વર્ષના વૃદ્ધ જોઈ રહ્યા છે સ્વદેશ પરત ફરવાની રાહ